દિલ્હી: મુંડકા અગ્નિકાંડમાં 27ના મોત, PM મોદીએ કરી વળતરની જાહેરાત, 2 ની ધરપકડ

દિલ્હી: મુંડકા અગ્નિકાંડમાં 27ના મોત, PM મોદીએ કરી વળતરની જાહેરાત, 2 ની ધરપકડ


– આગને કાબુમાં લેવા માટે 30 થી વધુ ફાયર એન્જિનોને સેવામાં લગાવવામાં આવી 

નવી દિલ્હી, તા. 14 મે 2022, શનિવાર 

દેશની રાજધાનીના પશ્ચિમી વિસ્તારમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત ચાર માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં શુક્રવારે સાંજે આગ લાગવાથી ઓછામાં ઓછા 27 લોકોના મૃત્યુ થઈ ગયા છે અને અન્ય 12 લોકો દાઝી ગયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આગ બિલ્ડિંગની પ્રથમ માળથી લાગવાની શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર નિર્માતા કંપનીની ઓફિસ હતી. ધીરે-ધીરે આ આગ બીજા અને ત્રીજી ફ્લોર પર પણ ફેલાઈ ગઈ હતી. આગને કાબુમાં લેવા માટે 30 થી વધુ ફાયર એન્જિનોને સેવામાં લગાવવામાં આવી હતી. આ બિલ્ડીંગ પાસે ફાયર વિભાગની એનઓસી નહોતી.

આ ઘટના સાથે સબંધિત મહત્વની જાણકારી 

1. આ ત્રણ માળની બિલ્ડિંગમાં પ્રથમ માળ પર મેન્યુફેક્ચરિંગ યુનિટ હતી જ્યારે બીજી માળ પર વેર હાઉસ અને ત્રીજા પર લેબ હતી. સૌથી વધારે મોત અત્યાર સુધી બીજી માળ પર થયા હોવાની માહિતી મળી છે. દુર્ઘટના દરમિયાન બીજા ફ્લોર પર મોટિવેશનલ સ્પીચ ચાલી રહી હતી. આ કાર્યક્રમના કારણે ત્યાં વધારે લોકો હાજર હતા. 

2. પોલીસના જણાવ્યા પ્રમાણે કંપનીના માલિકો હરિશ ગોયલ અને વરુણ ગોયલની ધરપકડ કરવામાં આવી છે. જોકે, મકાન માલિક ફરાર છે. તેમની ઓળખ મનીષ લાકરાના રૂપમાં થઈ છે. 

3. મકાન માલિકે બિલ્ડીંગની છત પર નાનો ફ્લેટ બનાવ્યો હતો. ફાયર વિભાગ અને NDRFએ સવારે ફરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઈમારતમાં હજુ પણ ત્રણથી ચાર લોકો ફસાયા હોવાની આશંકા છે.

4. દિલ્હી ફાયર સર્વિસના પ્રમુખ અતુલ ગર્ગે જણાવ્યું કે, આ અભિયાનમાં કોઈ અગ્નિશામકો ઘાયલ નથી થયા. તેમણે કહ્યું કે વહેલી સવાર સુધી છ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે તૈનાત હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આગની માહિતી શુક્રવારે સાંજે 4.45 કલાકે મળી હતી, ત્યારબાદ 30 થી વધુ ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

5. શરૂઆતી પૂછપરછમાં પોલીસને માહિતી મળી કે, ચાર માળની બિલ્ડિંગમાં કંપનીઓને ઓફિસની જગ્યા આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, પ્રથમ માળે એક કંપનીની ઓફિસ હતી અને તેના 50થી વધુ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને 27 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.

6. બચાવાયેલા લોકોને તાત્કાલિક તબીબી સંભાળ પૂરી પાડવા માટે કેટલીક એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર હતી. ફાયર બ્રિગેડના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે. આગ લગભગ 11 વાગ્યે કાબૂમાં આવી હતી પરંતુ રેફ્રિજરેશન ઓપરેશન ચાલુ છે.

7.  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેલી નેતા રાહુલ ગાંધીએ આગના કારણે થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. 

8. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દિલ્હીમાં ભીષણ આગની ઘટનામાં થયેલા લોકોના મોતથી ખૂબ જ દુ:ખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું. તેમણે કહ્યું કે, વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી, આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના આશ્રિતોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ-પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે.

9. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેઓ સતત અધિકારીઓના સંપર્કમાં છે.

Share: