દિલ્હી- નોઈડામાં સવારથી જ વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા, ગરમીથી મળી રાહત

દિલ્હી- નોઈડામાં સવારથી જ વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા, ગરમીથી મળી રાહત
Image : Twitter

રાજધાની દિલ્હી સહિત નોઈડા અને સમગ્ર NCRમાં આજે સવારથી જ ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી રાહત મળી છે.

અનેક વિસ્તારોમાં પાણી ભરાયા 

આજે સવારે પાંચ વાગ્યાથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં પણ વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. સવારથી ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. દિલ્હી, નોઈડા, ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં વહેલી સવારના વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

21 ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા

દેશના પહાડો સહિત અનેક રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં ગરમી પડી રહી હવાને કારણે લોકો ભારે બફારો અને ઉકળાટનો સામનો કરી રહ્યા હતા. જોકે હવામાન વિભાગે હળવા વરસાદની આગાહી કરી હતી. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુરુવારે જાહેર કરેલા બુલેટિનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ રહેશે અને આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.

Share: