દિલ્હી એરપોર્ટ પર થશે મોટો સુધારો, સિંધિયાની ઓચિંતી મુલાકાત બાદ નવી ગાઈડલાઈન

દિલ્હી એરપોર્ટ પર થશે મોટો સુધારો, સિંધિયાની ઓચિંતી મુલાકાત બાદ નવી ગાઈડલાઈન

નવી દિલ્હી,તા.13 ડિસેમ્બર 2022,મંગળવાર

દિલ્હી એરપોર્ટ પર જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે હવે એક અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-3 પર મુસાફરોના ભારે ધસારો, લાંબી ચેકિંગ અને વિલંબિત ફ્લાઈટ્સને કારણે સમસ્યાઓ એટલી વધી ગઈ છે કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતે આગેવાની લેવી પડી હતી.

આજે જ્યારે કેન્દ્રિય નાગરિક ઉડયન મંત્રી દિલ્હી એરપોર્ટ પર ઓચિંતી મુલાકાતે આવ્યા હતા. એરપોર્ટ પર પહોંચીને તેમને અંદાજો આવ્યો કે અહીં કેટલી પરિસ્થિતિ કાબૂ બાર છે અને કેટલી સગવડો ખોરવાયેલી છે. આ જોતા જ તેમણે નાગરિકોને એરપોર્ટ પર કોઇ પણ જાતની અગવડ ન પડે તે બાબતને ધ્યાનમાં લઇને વ્યવસ્થાપન પોતાના હાથમાં લઇને નિયમોમાં કેટલાક જરૂરી બદલાવ કરેલા છે. જેની તે નવી ગાઇડલાઇન બહાર પાડશે. જેનાથી નાગરિકોને મુસાફરી દરમિયાન એરપોર્ટ પર અસુવિધા ન રહે. 

Share: