દિલ્હીમાં 100 ટકા ક્ષમતા સાથે દોડશે મેટ્રો, જાણો નવી ગાઇડલાઇન અંગે

દિલ્હીમાં 100 ટકા ક્ષમતા સાથે દોડશે મેટ્રો, જાણો નવી ગાઇડલાઇન અંગે

નવી દિલ્હી, 24 જુલાઇ 2021 શનિવાર

દિલ્હી સરકારે લોકડાઉનનાં નિયંત્રણોથી ત્રણ મોટી રાહત આપી છે. આમાં સૌથી મોટી રાહત મેટ્રો અને બસોમાં બેસવાની સુવિધાથી સંબંધિત છે. નવા ઓર્ડર મુજબ હવે લોકો 100 ટકા ક્ષમતા સાથે મેટ્રોમાં બેસીને મુસાફરી કરી શકશે. 

જો કે, ઉભા રહીને મુસાફરી કરતા લોકો પર હજી પ્રતિબંધ રહેશે. આ સાથે, જ સરકારે 50 ટકા ક્ષમતા સાથે ઓડિટોરિયમ અને સિનેમા હોલ ખોલવાની મંજૂરી આપી છે. હવે વધુમાં વધુ 100 લોકો લગ્ન અને અંતિમ યાત્રામાં ભાગ લઈ શકશે.

અત્રે ઉલ્લેખનિય છે કે અનલોક -6 સુધી વિવિધ પ્રવૃત્તિઓમાં છૂટ આપવામાં આવી હતી, પરંતુ જાહેર પરિવહન માટે કોઈ છૂટ નહોતી. આને કારણે મેટ્રો સ્ટેશનો અને બસ સ્ટોપ પર મુસાફરોએ દરરોજ લાંબી રાહ જોવી પડી રહી છે.

ભીડ વધવાના કારણે મુસાફરોએ રાજીવ ચોક ખાતે 30 મિનિટ રાહ જોવી પડી હતી. જાહેર પરિવહનની ઉપલબ્ધતા ન હોવાને કારણે દૈનિક મુસાફરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સવારથી જ મેટ્રોમાં મુસાફરોનો ધસારો વધવા લાગે છે.

હાલમાં મુસાફરોને 50 ટકા ક્ષમતા પર બસો અને મેટ્રોમાં મુસાફરી કરવાની છૂટ હતી, પરંતુ આ છૂટને કારણે હવે મુસાફરી આરામદાયક બની રહેશે. 

જૂની માર્ગદર્શિકા મુજબ 17 મુસાફરો બસમાં મુસાફરી કરી શકતા હતા જ્યારે મેટ્રો કોચમાં 25 મુસાફરો મુસાફરી કરી શકતા હતા. હવે જાહેર પરિવહન સુવિધામાં છૂટછાટ મળે તો મુસાફરોની મુશ્કેલીઓ ઓછી થશે.

Share: