દિલ્હીમાં રોજના 10000 કેસ સામે આવે તેવી આશંકા, સરકારના મતે રાજધાનીમાં કોરોનાની પાંચમી લહેર

દિલ્હીમાં રોજના 10000 કેસ સામે આવે તેવી આશંકા, સરકારના મતે રાજધાનીમાં કોરોનાની પાંચમી લહેર

નવી દિલ્હી, તા. 5. જાન્યુઆરી 2022 બુધવાર

રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ રોકાવાનુ નામ નથી લઈ રહ્યા.હવે દિલ્હી સરકારે આશંકા વ્યક્ત કરી છે કે, એકલા દિલ્હીમાં જ રોજના 10000 નવા કેસ સામે આવી શકે છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ હતુ કે, દિલ્હીમાં આજે 10000 નવા કેસ સામે આવી શકે છે અને પોઝિટિવિટી રેટ વધીને 10 ટકા પર પોહંચી શકે છે.દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચુકી છે અને દિલ્હીમાં તો પાંચમી લહેરનો પ્રારંભ થઈ ગયો છે.

તેમણે કહ્યુ હતુ કે, સ્થિતિને જોતા સરકારે પ્રાઈવેટ હોસ્પિટલોને સંકેત આપ્યો છે કે, કોવિડ માટેના બેડ 10 ટકાથી વધારીને 40 ટકા કરી દેવામાં આવે.હાલમાં સરકારી હોસ્પિટલોમાં માત્ર બે ટકા જ બેડ કોરોનાના દર્દીઓથી ભરાયેલા છે.

દિલ્હીમાં 2020માં ત્રણ વખત કોરોનાની લહેર આવી હતી અને 28 ડિસેમ્બરે કોરોનાના કેસ વધવા માંડ્યા હતા.જોકે સરકારે હવે વધતા કેસને કોરોનાની પાંચમી લહેર તરીકે જોવા માંડયા છે.

Share: