દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા બબાલ, AAPનો હંગામો, કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી

દિલ્હીમાં મેયરની ચૂંટણી પહેલા બબાલ, AAPનો હંગામો, કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી

દિલ્હી, 6 જાન્યુઆરી 2022, શુક્રવાર

દિલ્હીમાં MCD ચૂંટણી બાદ આજે મેયર પદ માટે ચૂંટણી છે. આ સાથે ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ ચૂંટણી થશે. કાઉન્સિલરોએ મતદાન પહેલા શપથ લેવાના હોય છે. પરંતુ આ પહેલા AAP કાઉન્સિલરોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન ધક્કામુક્કી પણ થઈ હતી. આમ આદમી પાર્ટીના કાઉન્સિલરો નામાંકિત સભ્યોને પ્રથમ શપથ લેવા માટે વિરોધ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ એલજી દ્વારા ભાજપના કાઉન્સિલર સત્ય શર્માને મેયરની ચૂંટણી માટે પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ કોંગ્રેસે આ ચૂંટણીમાં મતદાનમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. આમ આદમી પાર્ટીએ મુકેશ ગોયલને MCDમાં ગૃહના નેતા બનાવ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ ચૂંટણીમાં મતદાનમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે.

Share: