દિલ્હીમાં પણ ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી, દેશનો પાંચમો કેસ નોંધાયો

દિલ્હીમાં પણ ઓમિક્રોન વેરિએન્ટની એન્ટ્રી, દેશનો પાંચમો કેસ નોંધાયો

નવી દિલ્હી,તા.5.ડિસેમ્બર,2021

ભારે ખતરનાક મનાતા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો વધુ એક કેસ દિલ્હીમાં નોંધાયો છે.આ સાથે ભારતમાં આ વેરિએન્ટથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા પાંચ પર પહોંચી છે.

મળતી વિગતો પ્રમાણે આ દર્દી તાન્ઝાનિયાથી દિલ્હી આવ્યો હતો.તે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયો હોવાનુ ટેસ્ટમાં બહાર આવ્યુ છે.આ દર્દીની વય 37 વર્ષની છે અને તે પુરુષ દર્દી છે.

કુલ મળીને 12 લોકોના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા.જેમાં એક દર્દીના રિપોર્ટમાં તે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત હોવાનુ બહાર આવ્યુ છે.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનુ કહેવુ છે કે,  અત્યારે 17 પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે અને તેમાંથી 6 દર્દીઓ એવા છે જે ઉપરોક્ત દર્દીના સંપર્કમાં આવ્યા છે.

ભારતમાં આ પાંચમો કેસ છે.આ પહેલા બે કેસ કર્ણાટકમાં, એક કેસ ગુજરાતમાં અને એક કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ ચુકયો છે.ગુજરાત અને મહારાષ્ટ્રના દર્દી સાઉથ આફ્રિકાથી આવ્યા હતા.

Share: