×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે આ 6 કારણસર કાર્યવાહી કરાઈ, જાણો સમગ્ર મામલો

image : twitter


દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની રવિવારે લગભગ 8 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ બાદ સીબીઆઈ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. ડેપ્યુટી સીએમ સિસોદિયાની ધરપકડ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે કરાઈ છે. સીબીઆઈ આજે તેમને કોર્ટમાં હાજર કરી તેમના રિમાન્ડની માગ કરશે. ખાસ વાત એ છે કે દિલ્હી એક્સાઈઝ કેસમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા મુખ્ય આરોપી છે.

મનીષ સિસોદિયા સામે આ ૬ કારણસર કાર્યવાહી કરાઈ 

  1.  ડિજિટલ પુરાવા અને સાક્ષીઓના નિવેદન અંગે સંતોષકારક જવાબ ન આપી શક્યા
  2.  તપાસ એજન્સીના મોટાભાગના સવાલોના જવાબ ટાળવાનો પ્રયાસ કર્યો 
  3.  દક્ષિણ લાવીએ 100 કરોડ એડવાન્સ કેમ આપ્યા, જવાબ ન આપ્યો 
  4.  લાગુ થતા પહેલા જ નવી એક્સાઈઝ પોલિસી કંપનીઓ પાસે પહોંચી ગઈ 
  5.  દરોડાથી પહેલા અન્ય આરોપીઓ સાથે સિસોદિયાએ પણ મોબાઈલ નષ્ટ કર્યા 
  6.  પૂછપરછમાં સરકારી સાક્ષી બનેલા દિનેશ અરોડાના નિવેદનને ફગાવી ના શક્યા

મામલો શું છે?

ઉલ્લેખનીય છે કે સિસોદિયાની આઈપીસીની કલમ 120બી(ગુનાઈત કાવતરું ), 477એ(ખાતામાં હેરફેર) સાથે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની કલમ 7 (ભ્રષ્ટ કે ગેરકાયદે માધ્યમ કે ખાનગી પ્રભાવનો ઉપયોગ કરી અયોગ્ય લાભ લેવો) સહિત વિવિધ કલમો હેઠળ ધરપકડ કરાઇ છે. સીબીઆઇ અને ઈડીએ દિલ્હીની એક્સાઈઝ પોલિસી અંગે આરોપ મૂક્યો કે નીતિને સુધારા કરતી વખતે ગેરરીતિ આચરાઈ હતી અને લાઈસન્સ ધારકોને અયોગ્ય લાભ અપાયો હતો. કાં તો લાઈસન્સ ચાર્જ માફ કરાયો કે પછી તેમાં ઘટાડો કરી દેવાયો હતો. એવો પણ આરોપ છે કે સક્ષમ અધિકારીની મંજૂરી વિના જ એલ-1 લાઇસન્સની મુદ્દત વધારી આપવામાં આવી હતી.