દલિતના ઘરે યોગીએ નાછુટકે અને મને-કમને ખીચડી ખાધીઃ અખિલેશનો કટાક્ષ

દલિતના ઘરે યોગીએ નાછુટકે અને મને-કમને ખીચડી ખાધીઃ અખિલેશનો કટાક્ષ

નવી દિલ્હી, તા. 16. જાન્યુઆરી 2022 રવિવાર

યુપની ચૂંટણી માટેના પ્રચારમાં હવે આકરા નિવેદનોનો મારો શરુ થઈ ગયો છે.

આજે યોગી સરકારના પૂર્વ મંત્રી દારાસિંહ ચૌહાણ સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા હતા.અખિલેશ યાદવે આ પ્રસંગે ભાજપ પર પ્રહારો કરતા કહ્યુ હતુ કે, સારુ થયુ કે, ભાજપે જ યોગીને પહેલેથી જ ગોરખપુર મોકલી આપ્યા છે.જેથી હવે અમે લોકો સાથે ભેગા થઈને તેમને લખનૌથી વિદાય આપી શકીશું.

અત્યાર સુ ધી લાગતુ હતુ કે, ડબલ એન્જિન સરકારમાં એક એન્જિન બીજા એન્જિન સાથે ટકરાઈ રહ્યુ છે પણ હવે એક એન્જિનને ગોરખપુર મોકલી દેવામાં આવ્યુ છે.અમે ફરી યોગી લખનૌના આવે તેવુ પાકા પાયે કામ કરીશું.

અખિલેશે કટાક્ષ કરતા કહ્યુ હતુ કે, યોગી દલિતના ઘરે ના મનથી ખીચડી ખાઈ રહ્યા હોય તેવુ દેખાતુ હતુ.યોગીને કદાચ યાદ આવતુ હશે કે , ગરીબને નહાવા માટે સાબુ કે શેમ્પૂ મોકલવામાં આવ્યુ નથી.કારણકે ગરીબો ક્યારેક બે ચાર દિવસ નાહી શકતા નથી.આજે ગરીબો પાસે તેલ , સાબુ નથી તો તેના માટે આ સરકાર જ જવાબદાર છે.કારણકે મોઘવારીના કારણે ગરીબો આ વસ્તુઓ ખરીદી શકતા નથી.

તેમણે કહ્યુ હતુ કે, પછાતોના મત મેળવવા માટે યોગી ખીચડી ખાઈ રહ્યા છે.

Share: