દરેક ઘરમાંથી એક વ્યકતિને નોકરી અને્ 3000 બેરોજગારી ભથ્થુ, ગોવામાં AAPના વાયદા

દરેક ઘરમાંથી એક વ્યકતિને નોકરી અને્ 3000 બેરોજગારી ભથ્થુ, ગોવામાં AAPના વાયદા

નવી દિલ્હી,તા.21 સપ્ટેમ્બર 2021,મંગળવાર

દિલ્હી સીએમ અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે ગોવામાં પણ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોભામણા વાયદા કર્યા છે.

કેજરીવાલે કહ્યુ હતુ કે, જો આમ આદમી પાર્ટી સત્તામાં આવશે તો ભ્રષ્ટાચાર પર લગામ કસશે અને રાજ્યના યુવાઓને સરકારી નોકરીઓ આપશે. દરેક ઘરમાંથી એક બેકારને નોકરી મળશે. કામ શોધી રહેલા યુવાઓને દર મહિને 3000 રૂપિયા બેકારી ભથ્થુ આપવામાં આવશે. 80 ટકા નોકરીઓ ગોવાના લોકો માટે અનામત રહેશે.

કેજરીવાલે એલાન કર્યુ છે કે, કોરોનાના કારણે પર્યટન સેક્ટરમાં બેરોજગાર થયેલા અને માઈનિંગ સેક્ટરમાં બેરોજગાર થયેલા લોકોને 5000 રૂપિયા પ્રતિ મહિના આપવામાં આવશે. ગોવામાં અમે સત્તા પર આવ્યા તો સ્કિલ યુનિવર્સિટી પણ શરૂ કરીશું.

આ પહેલા કેજરીવાલે કહ્યુ હતુ કે, ગોવામાં લોકોને નોકરીઓ મળી રહી નથી અને સ્થાનિક લોકો સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે હું ગોવાની મુલાકાત કરવાનો છું. ગોવામાં સરકારી નોકરીઓ પૈસાપાત્ર લોકોને અને વગ ધરાવતા લોકોને જ મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, ગોવામાં આમ આદમી પાર્ટીએ બેકારીને સમસ્યા સામે એક અભિયાન પણ છેડ્યુ હતુ અને અપીલ કરી હતી કે, જે પાર્ટીઓ લોકોને નોકરી આપવામાં નિષ્ફળ રહી છે તે પાર્ટીઓને મત આપતા નહીં.

Share: