દરિયાઈ માર્ગે ભારતમાં પ્રવેશવાની કોશિશ કરી રહેલા 10 પાકિસ્તાનીઓ ઝડપાયા

દરિયાઈ માર્ગે ભારતમાં પ્રવેશવાની કોશિશ કરી રહેલા 10 પાકિસ્તાનીઓ ઝડપાયા

નવી દિલ્હી, તા. 9. જાન્યુઆરી 2022 રવિવાર

ગુજરાતને અડીને આવેલા અરબ સાગર થકી ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 10 પાકિસ્તાનીઓની ભારતીય કોસ્ટગાર્ડે ધરપકડ કરી છે.

તટરક્ષક જહાજ અંકિત શનિવારની રાતે અરબ સાગરમાં પેટ્રોલિંગ કરી રહ્યુ હતુ ત્યારે તેણે એક પાકિસ્તાની નાવ યાસીનની શંકાસ્પદ હિલચાલ જોઈ હતી.જહાજ દ્વારા નાવને ઉભી રાખવામાં આવી હતી.તેમાં ચાલક દળની સાથે બીજા 10 પાકિસ્તાનીઓ સવાર હતા.

ન્યૂઝ એજન્સી એએનઆઈના કહેવા પ્રમાણે પાકિસ્તાની નાવ ભારતીય જળસીમામાં પ્રવેશવાની કોશીશ કરી રહી હતી.હવે તેમને પૂછપરછ માટે પોરબંદર લઈ જવામાં આવ્યા છે.

કોસ્ટ ગાર્ડનુ કહેવુ છે કે, પાકિસ્તાની નાવ ભારતની દરિયાઈ સીમામાં આઠ થી નવ કિમી સુધી ઘૂસણખોરી કરી ચુકી હતી.તેઓ કોસ્ટ ગાર્ડના જહાજને જોઈને પાછા ભાગી રહ્યા હતા અને એ પછી નાવને પીછો કરીને આંતરવામાં આવી હતી.નાવમાંથી બે ટન માછલી પણ મળી આવી છે.

Share: