×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ, ત્રણ આતંકીઓને ઠાર માર્યૉ

 શ્રીનગર, તા. 29 જાન્યુઆરી 2021, શુક્રવાર

દક્ષિણ કાશ્મીરમાં આવેલા અવંતીપોરા જિલ્લાના મંડુરા વિસ્તારમાં શુકરવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં સેનાના જવાનોએ ત્રણ આતંકીઓને મોતના ઘાટ ઉતાર્યા છે. માર્યા ગયેલા આતંકીઓની હજુ સુધી ઓળખ થઇ નથી. આ સિવાય તેઓ ક્યાં આતંકી સંગઠન સાથે સંબંધ ધરાવતા હતા તે પણ જાણવા માળ્યું નથી.

સુરક્ષા એજન્સીઓ અને પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. પોલીસ  દ્વારા જણાવવામાં આવ્યું છે કે આતંકીઓ વિશે જાણકારી મળતા જ તેને સાર્વજનિક કરવામાં આવશે. કાશ્મીર પોલીસના વિજય કુમારે આ ઘર્ષણ દરમિયાન ત્રણ આતંકીઓના મોતની પુષ્ટિ કરી છે.

મળતી માહિતિ પ્રમાણે શુક્રવારે સેનાની 42 રાષ્ટ્રીય રાયફલ, સીઆરપીએફ અને પોલીસકર્મીઓએ સંયુક્ત રીતે અવંતીપોરા જિલ્લાના મંડુરાના એક વિસ્તારને ચોતરફથી ઘેરી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ડરના કારણે આતંકો દ્વારા સેનાના જવાનો પર ફાયરિંગ કરવામાં આવ્યા છે. જેની જવાબી કાર્યવાહીમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે.