×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દક્ષિણ આફ્રીકાના જહોનિસ્બર્ગમાં બિલ્ડિંગમાં લાગી ભયંકર આગ, 60થી વધુ લોકોના મોત

Image Source: Twitter

- ઘાયલોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

જહોનિસ્બર્ગ, તા. 31 ઓગષ્ટ 2023, ગુરૂવાર 

દક્ષિણ આફ્રિકાના જહોનિસ્બર્ગમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાથી અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. આ ભીષણ આગની ઘટનામાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ભીષણ આગ પાંચ માળની  બિલ્ડિંગમાં લાગી હતી. ઘટનાની સૂચના મળતા ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. આગ પર કાબુ મેળવવાનું અને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ ઘટનામાં અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયા છે અને 43 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

ઈમરજન્સી મેનેજમેન્ટ સર્વિસના પ્રવક્તા રોબર્ટ મુલાઉડઝીએ જણાવ્યું કે, અમને અત્યાર સુધીમાં 60થી મૃતદેહો મળી આવ્યા છે અને 43 લોકો ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે. 

આ ઘટના જહોનિસ્બર્ગના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રીક્ટમાં બની છે. આગ લાગવાના કારણ વિશે હજુ સુધી જાણ નથી થઈ. હાલમાં બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી છે. આ આગ ભારતીય સમય પ્રમાણે સવારે 5:00 વાગ્યે લાગી હતી.