×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ત્રીજી વખત શાદી કરવા માટે આમિર ખાન તૈયાર! કો-સ્ટાર સાથે સંબંધોની થઈ રહી છે ચર્ચા


- આમિર ખાનને 3 બાળકો છે જેમના નામ ઈરા ખાન, જુનૈદ ખાન અને આઝાદ રાવ ખાન છે

નવી દિલ્હી, તા. 21 નવેમ્બર, 2021, રવિવાર

બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં લગ્નગાળો ચાલી રહ્યો છે. તાજેતરમાં જ રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાની નવી જિંદગીની શરૂઆત કરી અને હવે સૌની નજર કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન પર છે જે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં યોજાશે. ત્યારે જાણવા મળ્યા મુજબ આમિર ખાન પણ ત્રીજી શાદી કરવાનો છે. 

આમિર ખાને થોડા સમય પહેલા અચાનક જ પોતાની પત્ની કિરણ રાવ સાથે તલાક લીધા હતા. તેમણે બંનેએ એક સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું હતું કે, 'હવે અમે બંને પતિ-પત્ની નથી પરંતુ અમે કો-પેરેન્ટ્સ અને એકબીજાના પરિવાર તરીકે રહીશું.' આમિર અને કિરણના આ સ્ટેટમેન્ટથી લોકો ચોંકી ઉઠ્યા હતા. 

પ્રાપ્ત અહેવાલો પ્રમાણે આમિર ખાન ત્રીજી શાદી કરવાના પ્લાનિંગમાં છે અને તે પોતાની અપકમિંગ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની રીલિઝ બાદ શાદીની જાહેરાત કરશે. આ ફિલ્મ આગામી વર્ષે એપ્રિલ મહિનામાં રીલિઝ થશે. ગોસિપ પ્રમાણે આમિર ખાન પોતાની કો-સ્ટાર સાથે શાદીના બંધનમાં બંધાશે. 

આમિર અને કિરણના અચાનક તલાક બાદ અભિનેત્રી ફાતિમા સના શેખ ખૂબ જ ટ્રોલ થઈ હતી. ફાતિમા આમિર ખાન સાથે ફિલ્મ 'દંગલ' અને 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન'માં જોવા મળી હતી. આમિર અને ફાતિમા વચ્ચે અફેર હોવાની પણ અફવા ઉડી હતી. જોકે ધીમે ધીમે તે અફવા શાંત પડી ગઈ હતી. 

આમિર ખાને 1987માં રીના દત્તા સાથે શાદી કરી હતી અને બંનેએ 2002માં તલાક લઈ લીધા હતા. ત્યાર બાદ આમિરે કિરણનો હાથ પકડ્યો પરંતુ તેમનો સાથ લાંબો ન ચાલ્યો. આમિર ખાનને 3 બાળકો છે જેમના નામ ઈરા ખાન, જુનૈદ ખાન અને આઝાદ રાવ ખાન છે.