'ત્રીજી લહેર ચોક્કસ આવશે, લોકડાઉનમાં છુટ આપવી ભારે પડશે'- IMAની રાજ્યોની કડક ચેતવણી

'ત્રીજી લહેર ચોક્કસ આવશે, લોકડાઉનમાં છુટ આપવી ભારે પડશે'-  IMAની રાજ્યોની કડક ચેતવણી

નવી દિલ્હી, 12 જુલાઇ 2021 સોમવાર

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ સોમવારે દેશભરની રાજ્ય સરકારોને અપીલ કરી છે કે રોગચાળો ફેલાતો અટકાવવા માટેના નિયંત્રણોમાં રાહત ન આપે. તેમણે કહ્યું કે આપણે રોગચાળાની ત્રીજી લહેરને ભૂલવી ન જોઈએ. 

IMAએ એક પ્રેસ રિલિઝમાં કહ્યું જણાવ્યું કે ત્રીજી લહેર પહેલા દેશની મહત્તમ વસ્તીનું રસીકરણ થવું, તે જ એક માત્ર ઉપાય કોરોનાની ત્રીજી લહેરની અસરને ઘટાડવાનો છે.

IMAએ કહ્યું કે, “વડા પ્રધાન (નરેન્દ્ર મોદી) નાં સક્રિય નેતૃત્વ અને દેશનાં ડોક્ટરોને લેટેસ્ટ ટેકનોલોજીની સેવાઓની મદદથી ભારત ખરેખર કોવિડ રોગચાળાના વિનાશક બીજી લહેરમાંથી બહાર આવી રહ્યું છે. જો કે, હમણાં માટે આપણે ત્રીજી લહેર માટે ખૂબ સજાગ રહેવાની જરૂર છે. 

આ નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે છેલ્લા દોઢ વર્ષથી કોરોના વાયરસ સામે ચાલી રહેલી લડાઇથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ રોગને મૂળમાંથી નાબૂદ કરવાનો એકમાત્ર રસ્તો શક્ય તેટલા લોકોને રસી લગાડવાનો છે. 

Share: