×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તો પછી અમારો અહીં બેસવાનો અર્થ જ શું? 18 વર્ષથી સજા કાપી રહેલા વ્યક્તિને સુપ્રીમે કર્યો મુક્ત


image- twitter

નવી દિલ્હી, 16 ડિસેમ્બર 2022, શુક્રવાર

વીજ ચોરીની ઘટનાઓમાં પકડાયેલા લોકોની સજા શું હોય તે અંગે જાણીનો તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ઉત્તર પ્રદેશમાં વીજળી ચોરીના 9 કેસમાં બે-બે વર્ષ એમ કુલ 18 વર્ષની કેદ અને દંડની સજા ભોગવી રહેલા વ્યક્તિને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. તેને હવે આ સજામાંથી મુક્ત કરી દીધો છે. કોર્ટે તેના આ આદેશ પાછળ અંગત સ્વતંત્રતા અને બુનિયાદી અધિકારોની સુરક્ષા ગણાવી છે. કોર્ટે કહ્યું હતું કે જો વ્યક્તિગત સ્વતંત્રતાના કેસમાં દખલ નહીં દઈએ તો ન્યાયનું પતન થશે. 

સુપ્રીમ કોર્ટે વીજ ચોરીના આરોપીને મુક્ત કર્યો
વીજળી ચોરીના ગુનામાં ગત કેટલાક વર્ષોથી જેલમાં બંધ એક વ્યક્તિને ચીફ જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડની બેંચે મુક્ત કરી દીધો છે. ચીફ જસ્ટીસે કહ્યું હતું કે , આમ તો કોઈ પણ મુદ્દો નાનો મોટો નથી હોતો. પરંતુ જો આપણે વ્યક્તિગત સ્વતંત્રતા સંબંધિત મામાલાઓમાં કંઈ નહીં કરીએ તો અમારો અહીં બેસવાનો કોઈ મતલબ રહેતો નથી. અમે અહીં આવા જ લોકોની બાબતો સાંભળવા માટે છીએ. એટલે જ અમે રાત્રે જાગીએ છીએ. 

વીજળી ચોરીનો કેસ હત્યાના કેસ બરાબર નથી હોતોઃ કોર્ટ
આ કેસમાં એકરામ નામના વ્યક્તિને 2019માં ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. તેની પર વીજળી ચોરીના 9 ગુનાઓ નોંધાયા હતાં. જેના અલગ અલગ 9 ટ્રાયલ ચલાવવામાં આવ્યા હતાં. કોર્ટે તેને બે બે વર્ષની સજા સંભળાવી હતી અને કહ્યું હતું કે આ સજા એક પછી એક એવી રીતે અમલમાં આવશે. એવી રીતે તેને 18 વર્ષની સજા થઈ હતી. હાઈકોર્ટને તેની અપીલ ફગાવી દીધી હતી કારણ કે સજા એક સાથે ચાલવી ના જોઈએ. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને ફેરવી નાંખ્યો હતો. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસે ઉત્તર પ્રદેશ સરકારને કહ્યું હતું કે, તમે આ માણસને વીજળી ચોરીના કેસમાં 18 વર્ષ જેલમાં રાખવા માંગો છો? વીજળી ચોરીનો કેસ હત્યાના કેસ બરાબર નથી હોતો.