તેલંગાણામાં પોલીસે ગુજરાતીઓ સહિત 66.9 કરોડ લોકો અને કંપનીઓના ડેટા ચોરી કરનારને પકડી પાડ્યો

તેલંગાણામાં પોલીસે ગુજરાતીઓ સહિત 66.9 કરોડ લોકો અને કંપનીઓના ડેટા ચોરી કરનારને પકડી પાડ્યો

image : Envato 

તેલંગાણામાં સાયબરાબાદ પોલીસે ડેટા ચોરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સાયબરાબાદ પોલીસે તેની પાસેથી 66.9 કરોડ લોકો અને કંપનીઓનો ડેટા કબજે લીધો છે. આ ડેટા 104 કેટેગરીમાં દેશના 24 રાજ્યો અને 8 મેટ્રોપોલિટન શહેરોનો હોવાનો જણાવવામાં આવી રહ્યો છે.

ડેટા ચોર્યા બાદ વેચી મારતો હતો 

એક અહેવાલ મુજબ આ વ્યક્તિ આ ખાનગી અને ગોપનીય ડેટાને ગેરકાયદેસર રીતે કાઢતો હતો, ત્યારબાદ તેને વેચી મારતો હતો. આ વ્યક્તિ પાસે બાયજુસ અને વેદાંતુના વિદ્યાર્થીઓનો ડેટા પણ હતો. આ સિવાય 8 મેટ્રો શહેરોમાં કેબનો ઉપયોગ કરતા 1.84 લાખ લોકોનો ડેટા પણ વ્યક્તિ પાસે ઉપલબ્ધ હતો. એટલું જ નહીં, 6 શહેરો અને ગુજરાતના 56 હજાર લોકોનો ડેટા પણ વ્યક્તિ પાસે ઉપલબ્ધ હતો.

GST, RTO, Amazon કોઈ બાકી ના રહ્યું 

માહિતી અનુસાર આરોપી પાસેથી ઘણી મોટી કંપનીઓનો ડેટા રિકવર કરવામાં આવ્યો છે. જેમાં જીએસટી,  આરટીઓ, એમેઝોન, નેટફ્લિક્સ, યુટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, ઝોમેટો, પોલિસી બજાર, અપસ્ટોક જેવી ઘણી મોટી કંપનીઓના નામ સામેલ છે. સાયબરાબાદ પોલીસે જણાવ્યું હતું કે આરોપીના પાસેથી ડિફેન્સ સાથે સંકળાયેલા લોકો, સરકારી કર્મચારીઓ, પાનકાર્ડ ધારકો,  9-10-11-12ના વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, દિલ્હીના વીજ ગ્રાહકો, ડી-મેટ એકાઉન્ટ ચલાવતા લોકો સહિત ઘણા લોકોના મોબાઈલ નંબરની સાથે ક્રેડિટ અને ડેબિટકાર્ડની વિગતો પણ મળી આવી છે.

Share: