તુર્કેઈમાં હોટલના કાટમાળ નીચેથી મળ્યો ભારતીયનો મૃતદેહ, 5 દિવસથી હતો લાપતા, મૃતદેહ ભારત લવાશે

તુર્કેઈમાં હોટલના કાટમાળ નીચેથી મળ્યો ભારતીયનો મૃતદેહ, 5 દિવસથી હતો લાપતા, મૃતદેહ ભારત લવાશે

અંકારા, તા.11 ફેબ્રુઆરી-2023, શનિવાર

ભૂકંપ બાદ તુર્કેઈ અને સીરિયામાં માત્ર વિનાશની જ તસવીરો જોવા મળી રહી છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં 26 હજારથી વધુ લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આ ભૂકંપના કારણે એક ભારતીયનું પણ મોત નિપજ્યું છે.

તુર્કેઈમાં આવેલા ભારતીય દૂતાવાસે જાણકારી આપી છે કે, 6 જાન્યુઆરીએ ભૂકંપ બાદ લાપતા થયેલો ભારતીય નાગરિક વિજય કુમારનો મૃતદેહ આજે મળ્યો છે. તુર્કેઈના માલટ્યામાં એક હોટલના કાટમાળ નીચેથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ તેઓ એક બિઝનેસના કામ અર્થે તુર્કેઈ ગયા હતા.

મૃતદેહને ભારત લાવવાની તૈયારી

દુતાવાસે વિજય કુમારના પરિવાર અને સંબંધીઓ પ્રતિ દુઃખદ સંવેદના વ્યક્ત કરી છે. દુતાવાસે જાણકારી આપી છે કે અમે તેમના મૃતદેહને તેમના પરિવાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ.

Share: