તિહાર જેલમાં રોહિણી કોર્ટ શૂટઆઉટના આરોપી ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા

તિહાર જેલમાં રોહિણી કોર્ટ શૂટઆઉટના આરોપી ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા
Image : Pixabay

દેશની રાજધાની દિલ્હી સ્થિત તિહાર જેલમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યાનો મામલો સામે આવ્યો છે. તેના પર હરીફ ગેંગના સભ્યોએ હુમલો કર્યો હતો. તેને હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યો હતો.

સુત્રોમાંથી માળતી માહિતી અનુસાર દિલ્હીની રોહિણી કોર્ટ શૂટઆઉટના આરોપી ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાને તિહાર જેલમાં હરીફ ગેંગના સભ્યો યોગેશ ટુંડા અને અન્ય લોકોએ સળિયા વડે માર માર્યો હતો. જેલ અધિકારીઓ ટિલ્લુને દિલ્હીની દીન દયાલ ઉપાધ્યાય હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

જીતેન્દ્ર ગોગીની હત્યામાં નામ સામે આવ્યું હતું

દિલ્હીના ટોચના ગુનેગાર જીતેન્દ્ર ઉર્ફે ગોગીની 24 સપ્ટેમ્બર 2021ના રોજ દિલ્હીની રોહિણી કોર્ટમાં હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સુનીલ ઉર્ફે ટીલ્લુ તાજપુરિયાનું નામ સામે આવ્યું હતું. જિતેન્દ્ર ઉર્ફે ગોગી રોહિણી કોર્ટ નંબર 207માં પ્રવેશતા જ હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. 

Share: