તાલિબાને અફઘાનિસ્તાનનાં આ બે મહત્વપુર્ણ નેતાઓને નજરકેદ કર્યા

તાલિબાને અફઘાનિસ્તાનનાં આ બે મહત્વપુર્ણ નેતાઓને નજરકેદ કર્યા

કાબુલ, 26 ઓગસ્ટ 2021 ગુરૂવાર

તાલિબાન થોડા સમય પહેલા અફઘાનિસ્તાનનાં જે મહત્વનાં નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યું હતું, તેમને હવે  નજરકેદ કરી રહ્યું છે, મિડિયા રિપોર્ટ મુજબ તાલિબાને પુર્વ અફઘાન રાષ્ટ્રપતિ હામિદ કરઝાઇ અને વિપક્ષનાં પુર્વ નેતા અબ્દુલ્લા-અબ્દુલ્લાની તમામ સુરક્ષા છિનવી લીધી છે, અને તેમને ઘરમાં જ નજરબંધ કરી દેવામાં આવ્યા છે.

દેશમાં તાલિબાન અને ત્યાંની સરકાર વચ્ચે ચર્ચા કરાવવામાં આ બંને નેતાઓની ખુબ મહત્વની ભુમિકા રહી છે, એક અધિકારીએ જણાવ્યું કે આતંકીઓએ કરઝાઇની સુરક્ષા ટીમનાં તમામ હથિયારો અને ગાડીઓ જપ્ત કરી લીધી, એટલું જ નહીં તાલિબાને બાદમાં અબ્દુલ્લા-અબ્દુલ્લાનાં ઘરમાં પણ દરોડો પાડ્યો અને તેમની ગાડીઓ જપ્ત કરી લીધી, બાદમાં તેમને તેમના સુરક્ષાકર્મીઓથી અલગ કરીને નજરબંધ કરી દેવામાં આવ્યા, સુત્રોનું કહેવું છે કે બંને હાલ તાલિબાનની દયા પર છે.

અત્રે ઉલ્લેખનિય છે કે તાલિબાનનાં એક પ્રવક્તાએ કહ્યું હતું કે તેમનું સંગઠન દેશમાં સર્વ-સમાવેશી સરકાર બનાવવા માંગે છે, અને તાલિબાનનાં નેતાઓએ કરઝાઇ અને અબ્દુલ્લા સાથે ચર્ચા પણ કરી હતી, વળી અબ્દુલ્લાએ તો ત્યાં સુધી કહ્યું  હતું કે તેમને આશા છે કે તાલિબાન તમામને સાથે રાખીને  સરકાર બનાવશે.  

Share: