ડોનાલ્ડ ટ્રમ્પની વધી મુશ્કેલી! જાતીય શોષણ મામલે દોષિત જાહેર, રૂ. 410 કરોડનો દંડ ફટકારાયો

ડોનાલ્ડ ટ્રમ્પની વધી મુશ્કેલી! જાતીય શોષણ મામલે દોષિત જાહેર, રૂ. 410 કરોડનો દંડ ફટકારાયો

image : Twitter

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકાના ન્યુયોર્કની એક કોર્ટે મોટો આંચકો આપ્યો હતો. કોર્ટે ટ્રમ્પને જાતીય શોષણ મામલે દોષિત જાહેર કર્યા હતા અને તેમના પર જાતીય શોષણ અને માનહાનિના કેસમાં 50 મિલિયન ડૉલર એટલે કે રૂ. 410 કરોડનો દંડ ફટકારાયો હતો. આ મામલો 1990ના દાયકામાં એક મેગેઝિનની લેખિકા ઈ.જીન કેરલના જાતીય શોષણ સાથે સંકળાયેલો છે. 

ટ્રમ્પ માટે મોટો આંચકો 

2024માં યોજાનાર અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા આવેલો આ ચુકાદો પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મોટો આંચકો મનાઈ રહ્યો છે કેમ કે તે ચૂંટણી લડવાની તૈયારી અને તેના માટે પ્રચાર પણ કરવા લાગ્યા હતા. આરોપ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે 1990 ના દાયકામાં મેગેઝિનની લેખિકા ઈ.જીન કેરલ પર દુષ્કર્મ કર્યું અને પછી તેમને જુઠ્ઠાં ગણાવી માનહાનિ અને બદનામ કર્યા હતા. મંગળવારે કોર્ટની 9 સભ્યોની જ્યૂરીએ આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પને દોષિત જાહેર કર્યા હતા.  

 

Share: