ડોક્ટર્સની હડતાળનો અંત, ફોર્ડાના પ્રેસિડેન્ટે કહ્યું- દર્દીઓ હેરાન થઈ રહ્યા છે

ડોક્ટર્સની હડતાળનો અંત, ફોર્ડાના પ્રેસિડેન્ટે કહ્યું- દર્દીઓ હેરાન થઈ રહ્યા છે


– નીટ પીજી કાઉન્સેલિંગ કરાવવા અને ડોક્ટર્સ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે હડતાળ

નવી દિલ્હી, તા. 31 ડિસેમ્બર, 2021, શુક્રવાર

નીટ પીજી કાઉન્સેલિંગ કરાવવા અને ડોક્ટર્સ પર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના પગલે હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ શુક્રવારે બપોરે 12:00 કલાકે સમાપ્ત થઈ ગઈ હતી. ફોર્ડાના અધ્યક્ષ ડો. મનીષે આ અંગેની જાહેરાત કરી હતી. 

ડોક્ટર મનીષના કહેવા પ્રમાણે દર્દીઓ પહેલેથી જ ખૂબ મુશ્કેલીમાં છે. હડતાળના કારણે અનેક સર્જરીઓ પણ અટકી પડી છે. આ તમામ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે નક્કી કર્યું છે કે, શુક્રવારે બપોરે 12:00 વાગ્યાથી તમામ ડોક્ટર્સ કામ પર પાછા જશે. 

Share: