×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્વિટરનો ઉપયોગ થશે ખર્ચાળ! હવે આ સેવાના ઉપયોગ માટે ખિસ્સું હળવું કરવું પડશે

image : Twitter


નવી દિલ્હી, તા 18, ફેબ્રુઆરી, 2023, શનિવાર 

ટ્વિટરના યૂઝર્સે વધુ એક આંચકો આપ્યો છે. કંપનીએ કહ્યું કે તે હવે ટેક્સ્ટ મેસેજ દ્વારા કરાતા ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન માટે પણ પૈસા વસૂલશે. કંપનીએ ટ્વિટ કરીને કહ્યું કે 20 માર્ચ પછી ફક્ત ટ્વિટર બ્લૂ યૂઝર જ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનને યૂઝ કરી શકશે. ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન ટ્વિટર એકાઉન્ટની સિક્યોરિટી માટે એક જરુરી ટૂલ છે. તે  ટ્વિટર એકાઉન્ટને પાસવર્ડ ઉપરાંત એક એડિશનલ સિક્યોરિટી લેયર આપે છે.  જેથી એકાઉન્ટને તેના યૂઝર ઉપરાંત કોઈ અન્ય વ્યક્તિ એક્સેસ ન કરી શકે. 

બ્લોગ પોસ્ટમાં આપી માહિતી 

ટ્વિટરે આ ફેરફારની માહિતી તેના બ્લોગ પોસ્ટમાં આપી હતી. કંપનીએ જણાવ્યું કે ટુ-ફેક્ટર ખૂબ જ પોપ્યુલર સિક્યોરિટી ટૂલ છે પણ હેકર્સ ફોન નંબર બેઝ્ડ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનનો ખોટો ઉપયોગ કરી શકે છે. કંપનીએ કહ્યું કે એટલા માટે આજથી એકાઉન્ટ્સ માટે એસએમએસના માધ્યમથી ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન સેવા બંધ કરવામાં આવી રહી છે. હવે આ સર્વિસનો લાભ લેવા માટે ટ્વિટર બ્લૂ સબ્સક્રિપ્શન જરૂર થઈ જશે. 

નોન-ટ્વિટર બ્લૂ સબ્સક્રાઈબર્સને આટલી મુદ્દત આપી 

કંપનીએ નોન ટ્વિટર બ્લૂ સબ્સક્રાઈબર્સને વર્તમાન ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનને ડિસેબલ અને નવાને એક્ટિવ કરવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો છે. જોકે ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશનને ડિસેબલ કરવાથી યૂજરના ફોનનંબર તેમના ટ્વિટર એકાઉન્ટથી ઓટોમેટિકલી અલગ નહીં હોય.