×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્રેક્ટર માર્ચના નામે બેકાબૂ ખેડૂતો દિલ્હીમાં ઘૂસ્યા, ઠેર ઠેર તોડફોડ, પોલીસનો લાઠીચાર્જ

નવી દિલ્હી, તા. 26 જાન્યુઆરી 2021, મંગળવાર

આજે રિપબ્લિક ડેના દિવસે રાજધાનીમાં યોજાયેલી પરેડ વચ્ચે ટ્રેકટર માર્ચ કરવા નિકળેલા ખેડૂતો બેકાબૂ બની ચુક્યા છે.

પ્રદર્શનકારી ખેડૂતો પોલીસની બેરિકોડ તોડીને દિલ્હીમાં ઘુસી ચુક્યા છે અને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા છે. બીજી તરફ ખેડૂતોને વિખેરવા માટે પોલીસે ઠેર ઠેર લાઠીચાર્જ કર્યો છે અને ટીયરગેસના સેલ છોડ્યા છે. ખેડૂતોએ પોલીસના વાહનો અને ડીટીસીની બસોની પણ તોડફોડ કરી છે.

દિલ્હીની જેટલી સરહદો પર ખેડૂતો જમા હતા ત્યાંથી તેઓ અલગ અલગ રસ્તે દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં ઘુસી રહયા છે.ખેડૂતોનુ એક જૂથ અક્ષરધામ મંદિર તરફ આગળ વધી રહ્યુ છે.રસ્તામાં ખેડૂતોએ તોફાન પણ મચાવ્યુ છે.

દિલ્હી પાસે કરનાલ બાયપાસ પાસે પોલીસ પર ઘોડેસવાર નિહંગોએ પોલીસ બેરિકેડ તોડી ફોડી નાંખી હતી.પોલીસે ભીડને વીખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો છે. નાગલોઈ વિસ્તારમાં પોલીસ કર્મચારીઓ ખેડૂતોનો પ્રદર્શનને રોકવા માટે પોતે જમીન પર બેસી ગયા હતા.ખેડૂતોના પ્રદર્શનના કારણે સંખ્યાબંધ રુટો પર મેટ્રો ટ્રેનના સ્ટેશન બંધ કરી દેવાયા છે.