×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્રમ્પને ધરપકડથી ફાયદો? મગ શોટ શેર કર્યા બાદ ચૂંટણી અભિયાન માટે 2 દિવસમાં 57 કરોડનું મળ્યું દાન

image : Twitter

એવું લાગે છે કે અમેરિકાના રાષ્ટ્રપતિને જ્યોર્જિયા ચૂંટણીના પરિણામોને ઉથલાવવા અને ગેરરીતિના મામલે ધરપકડનો મોટો ફાયદો થઈ રહ્યો છે. તાજેતરના અહેવાલ અનુસાર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક તસવીરના કારણે જબરદસ્ત સમર્થન મળ્યું છે. મામલો એવો છે કે જ્યોર્જિયા કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી, જેના કારણે ટ્રમ્પનો અપરાધીઓની જેમ મગ શોટ લેવાયો હતો. હવે તેને આ મગ શોટની અસર કહો કે ટ્રમ્પની લોકપ્રિયતા, છેલ્લા બે દિવસમાં ટ્રમ્પને મળેલા દાનમાં જોરદાર ઉછાળો આવ્યો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા બે દિવસમાં ટ્રમ્પને લગભગ 7 મિલિયન ડોલર એટલે કે 57 કરોડ રૂપિયા જેટલું દાન મળ્યું છે.

શું ટ્રમ્પને મગ શોટથી ફાયદો થયો?

ટ્રમ્પે ગુરુવારે જ્યોર્જિયા ચૂંટણીને પલટાવવાનું કાવતરું ઘડવાના આરોપમાં ફુલટન કાઉન્ટી જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. આ દરમિયાન ટ્રમ્પનો મગ શોટ પણ ગુનેગારોની જેમ લેવામાં આવ્યો હતો. જેની તસવીર ટ્રમ્પે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ટ્રમ્પના પ્રવક્તા સ્ટીવન ચેંગે કહ્યું કે માત્ર શુક્રવારે જ લગભગ 40 લાખ ડૉલરનું દાન મળ્યું છે, જે એક દિવસમાં મળેલું સૌથી વધુ દાન છે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પને લોકોની સહાનુભૂતિ મળી રહી છે, આ જ કારણ છે કે મગ શોટ સામે આવ્યા બાદ તેમને મળેલા દાનમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

રાષ્ટ્રપતિ બાયડેને પણ કટાક્ષ કર્યો 

રાષ્ટ્રપતિ જો બાયડેને પણ ટ્રમ્પના મગ શોટ પર કટાક્ષ કર્યો હતો. બાયડેનને ટ્રમ્પના મગ શોટ અને જ્યોર્જિયા કેસમાં તેમના શરણાગતિ વિશે સવાલો પૂછાયા હતા. જવાબમાં બાયડેને હસીને કહ્યું કે તે મગ શોટમાં હેન્ડસમ દેખાઈ રહ્યા છે. ટ્રમ્પે તેમના પરના આરોપોને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યા. ટ્રમ્પને મળી રહેલા સમર્થન પરથી એવું પણ લાગે છે કે તેમના સમર્થકો પણ માને છે કે તેમની સામેના કેસ રાજકીય રીતે પ્રેરિત છે. અનેક મામલાઓમાં આરોપ લાગ્યા બાદ પણ ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયો નથી. આ જ કારણ છે કે તેઓ હજુ પણ રિપબ્લિકન પાર્ટી તરફથી 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી શક્તિશાળી ઉમેદવાર છે અને અન્ય ઉમેદવારો કરતા ઘણા આગળ છે.