ટોક્યો પેરાલમ્પિક્સઃ કૃષ્ણા નાગરે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો, ફાઈનલમાં હોંગકોંગના ખેલાડીને હરાવ્યો

ટોક્યો પેરાલમ્પિક્સઃ કૃષ્ણા નાગરે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો, ફાઈનલમાં હોંગકોંગના ખેલાડીને હરાવ્યો


– એસએલ વર્ગમાં એ ખેલાડીઓ હિસ્સો લે છે જેમને ઉભા થવામાં સમસ્યા હોય કે નીચલા પગનો વિકાર હોય

નવી દિલ્હી, તા. 05 સપ્ટેમ્બર, 2021, રવિવાર

ભારતના કૃષ્ણા નાગરે ટોક્યો પેરાલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો છે. ફાઈનલ મેચમાં તેણે હોંગકોંગના ખેલાડી કાઈ મૈન ચુને 2-1થી પરાજય આપ્યો હતો. તેના પહેલા ગૌતમબુદ્ધ નગરના જિલ્લાધિકારી સુહાસ યથિરાજ ટોક્યો પેરાલમ્પિક્સમાં પુરૂષ સિંગલ્સ બેડમિન્ટન સ્પર્ધા એસએલ-4નો ગોલ્ડ મેડલ જીતવાથી ચુકી ગયા હતા. ફ્રાંસના ખેલાડી લુકાસ માજુરે તેમને 2-1થી પરાજય આપ્યો હતો. 

ભારતીય બેડમિન્ટન ખેલાડી અને ગૌતમ બુદ્ધ નગરના જિલ્લાધિકારી સુહાસ એલ યથિરાજે ટોક્યો પેરાલમ્પિકમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. રવિવારે તેમને બેડમિન્ટનની પુરૂષ સિંગલ્સ એસએલ4 ફાઈનલમાં ફ્રાંસના વર્લ્ડ નંબર-1 લુકાસ મજૂરે 63 મિનિટમાં 15-21, 21-17, 21-15થી હરાવ્યા હતા. 38 વર્ષીય સુહાસે પેરાલમ્પિકની બેડમિન્ટન ઈવેન્ટમાં પ્રમોદ ભગતના ગોલ્ડ બાદ સિલ્વર મેડલ અપાવ્યો હતો. 

એસએલ વર્ગમાં એ ખેલાડીઓ હિસ્સો લે છે જેમને ઉભા થવામાં સમસ્યા હોય કે નીચલા પગનો વિકાર હોય, જ્યારે એસયુમાં ઉપરી હિસ્સાના વિકારવાળા એથલીટ રમે છે. સુહાસના એક પગની ઘૂંટીમાં સમસ્યા છે. 

Share: