ટોક્યો ઓલમ્પિક્સઃ તીરંદાજીમાં ભારતને આંચકો, ક્વાર્ટર ફાઈનલથી આગળ ન વધી શકી દીપિકા કુમારી

ટોક્યો ઓલમ્પિક્સઃ તીરંદાજીમાં ભારતને આંચકો, ક્વાર્ટર ફાઈનલથી આગળ ન વધી શકી દીપિકા કુમારી


– બોક્સિંગમાં લવનીનાએ ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની ખેલાડી નિએન ચિન ચેનને 4-1થી પરાજય આપ્યો

નવી દિલ્હી, તા. 30 જુલાઈ, 2021, શુક્રવાર

ટોક્યો ઓલમ્પિકનો આઠમો દિવસ પણ ભારત માટે શાનદાર રહ્યો હતો. આ દરમિયાન બોક્સર લવલીનાએ દેશના નામે વધુ એક મેડલ પાક્કો કર્યો. મહિલાઓના બોક્સિંગમાં 69 કિગ્રા વજન સ્પર્ધાના સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું. લવનીનાએ ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની ખેલાડી નિએન ચિન ચેનને 4-1થી પરાજય આપ્યો. 

જ્યારે મહિલા હોકીમાં ભારતે આયરલેન્ડને 1-0થી હરાવ્યું. આ તરફ દીપિકા કુમારી ક્વાર્ટર ફાઈનલમાં મહિલાઓની વ્યક્તિગત તીરંદાજી સ્પર્ધામાં હારી ગઈ. કોરિયાની આન સને દીપિકા કુમારીને 6-0થી હરાવી હતી.

દોડવીર અવિનાશ સાબલે પુરૂષોની 3,000 સ્ટીપલચેજ સ્પર્ધાની ફાઈનલમાં જગ્યા ન બનાવી શક્યા. જ્યારે નિશાનેબાજ મનુ ભાકર મહિલાઓની 25 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત સ્પર્ધાની ફાઈનલમાં જગ્યા બનાવવાથી ચુકી ગઈ.

Share: