ટોક્યો ઓલમ્પિકઃ વુમન હોકી સેમીફાઈનલમાં ઈન્ડિયા અને આર્જેન્ટિના વચ્ચે મુકાબલો, 1-1 સ્કોર

ટોક્યો ઓલમ્પિકઃ વુમન હોકી સેમીફાઈનલમાં ઈન્ડિયા અને આર્જેન્ટિના વચ્ચે મુકાબલો, 1-1 સ્કોર

નવી દિલ્હી, તા. 04 ઓગષ્ટ, 2021, બુધવાર

ટોક્યો ખાતે ચાલી રહેલા ઓલમ્પિકમાં આજે ભારત પાસે ઈતિહાસ સર્જવાની તક છે. ભારતીય મહિલા હોકી ટીમ આજે સેમિફાઈનલમાં આર્જેન્ટિના સામે રમવા ઉતરી છે. 

ભારતની દીકરીઓ પાસે આજે પહેલી વખત ઈતિહાસ રચીને ઓલમ્પિકના ફાઈનલમાં પહોંચવાની તક છે. સમગ્ર દેશની નજર આજે ટોક્યોમાં ટીમ ઈન્ડિયા પર ટકેલી છે અને સવા અબજ લોકોની દુવાઓ આજે દેશની દીકરીઓની સાથે છે. 

ક્વાર્ટર ફાઈનલમાં ભારતીય ટીમે ભારે મોટી ઉલટફેર કરીને ઓસ્ટ્રેલિયાને માત આપી હતી અને સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. સેમીફાઈનલમાં પહોંચવા સાથે જ મહિલા હોકી ટીમે ઈતિહાસ રચી દીધો હતો. જો ભારતીય મહિલા હોકી ટીમ ફાઈનલમાં પહોંચશે તો તેના ખાતામાં ગોલ્ડ કે સિલ્વર આવશે. 

Share: