ટોકિયો ઓલિમ્પિકઃ મીરાબાઈ ચાનુને ગોલ્ડ મેડલ મળે તેવી શક્યતા, આવુ છે કારણ

ટોકિયો ઓલિમ્પિકઃ મીરાબાઈ ચાનુને ગોલ્ડ મેડલ મળે તેવી શક્યતા, આવુ છે કારણ

નવી દિલ્હી,તા.26 જુલાઈ 2021,સોમવાર

ટોકિયો ઓલિમ્પિકમાં વેઈટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ સર્જનાર મીરાબાઈ ચાનુને હવે ગોલ્ડ મેડલ મળે તેવી શક્યતાઓ છે.

મળતા અહેવાલો પ્રમાણે 49 કિલોની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર ચીનની સ્પર્ધક જીહુઈ હોઉનો ડોપિંગ ટેસ્ટ કરવાનુ નક્કી કરાયુ છે. જો આ ટેસ્ટમાં તે નિષ્ફળ જશે તો નિયમ પ્રમાણે તેનો ગોલ્ડ મેડલ પાછો લેવામાં આવશે અને તે મીરાબાઈ ચાનુને મળશે.

સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે હોઉને ટોકિયોમાં જ રહેવા માટે કહેવાયુ છે અને તેનો ડોપિંગ ટેસ્ટ કરવાનુ સત્તાધીશોએ નક્કી કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, હોઉએ સ્પર્ધામાં 210 કિલો વજન ઉંચકીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો.

જોકે હવે સત્તાધીશોને તેણે કોઈ ડ્રગ્સ લીધુ છે કે કેમ તેની શંકા છે અને તેના માટે તેનો ડોપિંગ ટેસ્ટ કરવામાં આવશે.

Share: