ટેરર ફંડિંગ સામે NIAની મોટી કાર્યવાહી, કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી ઘણી જગ્યાઓએ દરોડા

ટેરર ફંડિંગ સામે NIAની મોટી કાર્યવાહી, કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી ઘણી જગ્યાઓએ દરોડા

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી ટેરર ​​ફંડિંગને લઈને એક્શનમાં આવી છે. NIAએ જમ્મુ-કાશ્મીરમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા છે. NIAની ટીમો શ્રીનગર, અનંતનાગ, કુપવાડા, શોપિયાં, રાજૌરી અને પુંછમાં દરોડા પાડવા પહોંચી છે. હાલમાં, કોઈને કસ્ટડીમાં લેવામાં આવ્યાના કોઈ સમાચાર નથી. આ ઉપરાંત તમિલનાડુમાં પણ દરોડા પડ્યાના સમાચાર મળી રહ્યા છે.

અગાઉ પણ છ જિલ્લામાં પાડ્યા હતા દરોડા 

આ પહેલા 2 મેના રોજ જમ્મુ-કાશ્મીરના છ જિલ્લા પીર પંજાલ ક્ષેત્ર, મધ્ય અને દક્ષિણ કાશ્મીરમાં 12 સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરોડા આતંકવાદી અને તેને લગતી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટેના ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરવા માટે આંતકીઓના નેટવર્ક અને અન્ય બાબતો પર મોટી કાર્યવાહીનો એક ભાગ છે.

તમિલનાડુમાં પણ સર્ચ ઓપરેશન શરુ

આ ઉપરાંત તમિલનાડુમાં પણ 10થી વધુ સ્થળોએ NIAનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અહેવાલ છે કે તપાસ એજન્સી પીએફઆઈ સાથે જોડાયેલા કેટલાક લોકો અને નેતાઓના સ્થળો પર દરોડા પાડી રહી છે. આ દરોડો આ કેસમાં પહેલાથી જ નોંધાયેલી એફઆઈઆરની તપાસ દરમિયાન કરવામાં આવી રહ્યો છે. હકીકતમાં, અગાઉ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન, PFIના વધુ 106 સભ્યોની દેશભરમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

Share: