ટેનિસના દિગ્ગજ ખેલાડી લિએન્ડર પેસ જોડાયા TMCમાં, મમતા બેનર્જીની ઉપસ્થિતિમાં ધારણ કર્યો પાર્ટીનો ખેસ

ટેનિસના દિગ્ગજ ખેલાડી લિએન્ડર પેસ જોડાયા TMCમાં, મમતા બેનર્જીની ઉપસ્થિતિમાં ધારણ કર્યો પાર્ટીનો ખેસ


– 2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ટીએમસી ગોવામાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્ન કરી રહી છે

નવી દિલ્હી, તા. 29 ઓક્ટોબર, 2021, શુક્રવાર

દેશના સ્ટાર ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ શુક્રવારે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા. ગોવા ખાતે મમતા બેનર્જીની ઉપસ્થિતિમાં પેસે ટીએમસીનો હાથ પકડ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે, ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ તેમના નાના ભાઈ જેવા છે. 

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ‘એ જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે, લિએન્ડર પેસ ટીએમસીમાં સામેલ થઈ ગયા છે. હું ખૂબ જ ખુશ છું. તે મારા નાના ભાઈ સમાન છે. હું એમને ત્યારથી ઓળખું છું જ્યારે હું યુવા મંત્રી હતી અને તેઓ ખૂબ નાના હતા.’

2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ટીએમસી ગોવામાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્ન કરી રહી છે. મમતા બેનર્જી ગુરૂવારે સાંજે ગોવા પહોંચ્યા હતા. ત્યાર બાદ ટીએમસીએ ભાજપના ગઢમાં પોલાણ કરવાની આશા સાથે ચૂંટણી રાજ્યમાં પ્રચાર કર્યો હતો. અભિનેતા અને કાર્યકર નફીસા અલી પણ ગોવામાં આ કાર્યક્રમમાં ટીએમસીમાં સામેલ થઈ હતી. 

Share: