ટી-સીરિઝના માલિક ભૂષણ કુમાર પર એક મહિલાએ લગાવ્યો બળાત્કારનો આરોપ, કેસ ફાઈલ

ટી-સીરિઝના માલિક ભૂષણ કુમાર પર એક મહિલાએ લગાવ્યો બળાત્કારનો આરોપ, કેસ ફાઈલ


– અગાઉ મીટુ મૂવમેન્ટ દરમિયાન મરીના કુંવર નામની મૉડેલે ભૂષણ કુમાર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો

નવી દિલ્હી, તા. 16 જુલાઈ, 2021, શુક્રવાર

ટી-સીરિઝના સંસ્થાપક અને કેસેટ કિંગ ગુલશન કુમારના દીકરા અને ટી-સીરિઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર વિરૂદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. ભૂષણ કુમાર પર આરોપ છે કે, તેમણે ટી-સીરિઝ પ્રોજેક્ટમાં કામ અપાવવાની લાલચ આપીને એક 30 વર્ષીય મહિલાનો બળાત્કાર કર્યો હતો. મુંબઈની ડીએન નગર પોલીસે તેમના વિરૂદ્ધ આ કેસ દાખલ કર્યો છે. જોકે હજુ સુધી આ કેસમાં કોઈ ધરપકડ નથી કરાઈ. 

પીડિતાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, ભૂષણ કુમારે તેમને તેમની તસવીરો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. પીડિતાના કહેવા પ્રમાણે ભૂષણ કુમાર 3 વર્ષથી તેનું શારીરિક શોષણ કરી રહ્યા હતા. ત્યાર બાદ હવે તેમણે ભૂષણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

મહિલાના કહેવા પ્રમાણે ભૂષણ કુમારે 2017થી 2020ના વર્ષ સુધી તેને પ્રતાડિત કરેલી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ભૂષણ કુમાર વિરૂદ્ધ આ પ્રકારના આરોપો લગાવાયેલા છે. અગાઉ મીટુ મૂવમેન્ટ દરમિયાન મરીના કુંવર નામની મૉડેલે ભૂષણ કુમાર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. 

Share: