ટિલ્લુ તાજપુરિયા જેવી હત્યાની ઘટના સાંખી નહીં લેવાય, હાઈકોર્ટે પોલીસ અધિકારીઓનો ઉધડો લીધો

ટિલ્લુ તાજપુરિયા જેવી હત્યાની ઘટના સાંખી નહીં લેવાય, હાઈકોર્ટે પોલીસ અધિકારીઓનો ઉધડો લીધો

image : Wikipedia 

દિલ્હીની સૌથી સુરક્ષિત મનાતી તિહાર જેલમાં ગેંગવૉર બાદ ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા મામલે દિલ્હી હાઈકોર્ટે હત્યા રોકવામાં નિષ્ફળ રહેવા બદલ તિહાર જેલના અધિકારીઓને ફટકાર લગાવી હતી. કોર્ટે જેલના તંત્રને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે અને જેલ સુપ્રીન્ટેન્ડન્ટને વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે આ પ્રકારની ઘટનાને સાંખી નહીં લેવાય. 

આ મામલે આગામી સુનાવણી 25મેના રોજ થશે 

ટિલ્લુ તાજપુરિયાના પિતા અને ભાઈએ આ મામલે સીબીઆઈની તપાસની માગ કરતી હાઈકોર્ટમાં અરજી કરી હતી જેની સુનાવણી કરતા કોર્ટે આ આદેશ પસાર કર્યો અને સાથે જ અધિકારીઓ અંગે પણ ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે સરકારી વકીલને આદેશ કર્યો કે તે આ ચૂક માટે જવાબદાર અધિકારીઓની જવાબદારી અને જવાબદેહી પણ જણાવે. જસ્ટિસ જસમીત સિંહે દિલ્હી પોલીસને તાજપુરિયાના પિતા અને ભાઈને સુરક્ષા આપવા વિચારવા કહ્યું છે. આ મામલે હવે આગામી સુનાવણી 25 મેના રોજ થશે. 

Share: