×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટિકૈતના આંસુઓનો હિસાબ સરકારે આપવો પડશે, ટિકૈતના સમર્થનમાં મહાપંચાયત મળી


મુઝફ્ફરપુર, તા. 29 જાન્યુઆરી 2021, શુક્રવાર

ગણતંત્ર દિવસે દિલ્હીમાં થયેલી હિંસા બાદ ખેડૂત આંદોલનન નવો વળાંક મળ્યો છે. ખેડૂત આગેવાન રાકેશ ટિકૈતે દિલ્હી બોર્ડર પરથી હટવાનો ઈનકાર કરીને જાહેરમાં આંસુ સાર્યા હતા. એ પછી તેમના પોતાના વિસ્તાર મુઝફ્ફરપુર નગરમાં માહોલ ગરમાયો છે.

આ વિસ્તારમાં ખેડૂતોના મસીહા મનાતા ટિકૈત પરિવારના સમર્થનમાં મુઝ્ઝફરપુરમાં મહાપંચાયત યોજાઈ છે. જેમાં ખેડૂતો નેતાઓએ ભાજપને આગામી ચૂંટણીમાં સબક શીખવાડવાની જાહેરાત કરી છે.

આજે મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે. ભારતીય કિસાન યુનિયનના નેતા ચન્દરબીર ફૌજીએ કહ્યુ છે કે, રાકેશ ટિકૈતના આંસુઓનો હિસાબ સરકાર પાસે લેવામાં આવશે.

બીજી તરફ રાષ્ટ્રીય લોકદળ, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ નેતાઓ ખુલીને હવે રાકેશ ટિકૈતના સમર્થનમાં આવી ગયા હોવાથી આ આંદોલનને હવે રાજકીય રંગ પણ મળ્યો છે અને આંદોલન વધારે ઉગ્ર બને તેવા એંધાણ વરતાઈ રહ્યા છે.