×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટાઈમની પ્રતિભાશાળી યુવાનોની યાદીમાં પાંચ ભારતીય નાગરિકોનો સમાવેશ

(પીટીઆઈ) ન્યૂયોર્ક, તા. ૧૮પ્રતિષ્ઠિત ટાઈમ મેગેઝિને પ્રતિભાશાળી યુવાનોની યાદીમાં પાંચ ભારતીય કે ભારતીય મૂળના યુવાઓનો સમાવેશ કર્યો હતો. ધ ૨૦૨૧ ટાઈમ-૧૦૦ નેકસ્ટ નામનું લિસ્ટ ટાઈમે જાહેર કર્યું હતું, જેમાં ભારતીય મૂળના બ્રિટિશ નાણામંત્રી ઋષિ સૂનકથી લઈને યુપીના દલિત નેતા ચંદ્રશેખર આઝાદ સહિતના પાંચ ભારતીયોને સ્થાન મળ્યું હતું.ટાઈમ મેગેઝિનના એડિટોરિયલ ડિરેક્ટર ડેન મેક્સેઈએ લિસ્ટ રજૂ કરતા કહ્યું હતુંઃ આ યાદીમાં સામેલ પ્રતિભાશાળી યુવા નેતાઓ પોત-પોતાના ક્ષેત્રમાં ઈતિહાસ સર્જી રહ્યા છે. અથવા કહો કે ઘણાંએ તો અત્યારે જ ઈતિહાસ સર્જી દીધો છે. આવા લોકો ભવિષ્ય માટે કાર્ય કરી રહ્યા છે.ટાઈમ-૧૦૦ અંતર્ગત જ આ યાદી જાહેર કરવામાં આવી હતી. એ સિલસિલામાં ભવિષ્ય માટે કાર્યરત પ્રતિભાશાળી યુવા લીડર્સના નામ સાથે તેમના કામનો પરિચય અપાયો હતો. આ યાદીમાં ટ્વિટરના ટોચના વકીલ વિજયા ગડ્ડે, બ્રિટનના નાણામંત્રી ઋષિ સૂનક, ઈન્સ્ટાકાર્ટના સીઈઓ અપૂર્વા મહેતા, સંસ્થા ગેટ અસ પીપીઆઈના અધિકારી શિખા ગુપ્તા અને ભીમ આર્મીના નેતા ચંદ્રશેખર આઝાદનો સમાવેશ કરાયો હતો.ટાઈમે સૌથી વધુ પ્રશંસા ઋષિ સૂનકની કરી હતી. ટાઈમે કહ્યું હતું કે ઋષિ બ્રિટનમાં બેહદ લોકપ્રિય છે અને લોકો તેને ભવિષ્યના વડાપ્રધાન કલ્પી રહ્યા છે. ચંદ્રશેખર આઝાદ માટે કહેવાયું હતું કે તે શિક્ષણ આપીને દલિતોની ગરીબી નાબુદ કરવા પ્રયાસો કરે છે. આ દલિત નેતા ખૂબ આક્રમક છે અને ભેદભાવ સામે લડત આપે છે. Normal 0 false false false EN-US X-NONE HI MicrosoftInternetExplorer4 /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:"Table Normal"; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-qformat:yes; mso-style-parent:""; mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt; mso-para-margin-top:0in; mso-para-margin-right:0in; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0in; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; mso-bidi-font-size:10.0pt; font-family:"Calibri","sans-serif"; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-fareast-font-family:"Times New Roman"; mso-fareast-theme-font:minor-fareast; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Shruti; mso-bidi-theme-font:minor-bidi;} ક્રમ     નામ    હોદ્દો ૧      ઋષિ સૂનક     બ્રિટિશ નાણામંત્રી ૨      વિજયા ગડ્ડે     ટ્વિટરમાં વકીલ ૩      અપૂર્વા મેહતા   ઈન્સ્ટાકાર્ટના સીઈઓ ૪      શિખા ગુપ્તા    ગેટ અસ પીપીઆઈમાં ડિરેક્ટર ૫      ચંદ્રશેખર આઝાદ       ભીમ આર્મીના પ્રમુખ