×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જ્યાં રાજા આંધળો હોય ત્યાં દ્રૌપદીનું ચીરહરણ જ થાય… અધીર રંજન ચૌધરીએ મણિપુર મુદ્દે મોદી પર કર્યા પ્રહાર


સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને મણિપુર હિંસા અંગે વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ સંસદમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદી આજે જવાબ આપશે. આ પહેલા અધીર રંજન દ્વારા સરકાર પર ખૂબ જ આક્રમક પ્રહારો કરવામાં આવ્યા હતા. 

સાંસદ અધીર રંજન ચૌધરીના મોદી પર પ્રહાર 

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અવિશ્વાસ પ્રસ્તાવની શક્તિ જુઓ, અમે પીએમ મોદીને ખેંચીને ગૃહમાં લાવ્યા. સંસદીય પરંપરાઓની આ તાકાત છે. અમે ઈચ્છીએ છીએ કે પીએમ મોદી મણિપુર પર ચર્ચામાં ભાગ લે. પરંતુ ખબર નહીં કેમ તેણે ગૃહમાં નહીં આવવાની પ્રતિજ્ઞા લીધી છે. અમે અગાઉ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાનું વિચાર્યું ન હતું, પરંતુ અમારે મજબૂરીમાં આવું કરવું પડ્યું.

જ્યાં રાજા અંધ હોય, ત્યાં દ્રૌપદી ચીરહરણ જ થાય: અધીર રંજન ચૌધરી

મણિપુરની ઘટનાનો ઉલ્લેખ કરતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, જ્યાં રાજા અંધ હોય, ત્યાં દ્રૌપદી ચીરહરણ જ થાય. જેની સામે અમિત શાહે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, તમે ગૃહમાં આ રીતે પીએમ વિશે વાત ન કરી શકો.

મણિપુરની જનતાની સાથે મન કી બાત જરૂરી 

અધીર રંજને કહ્યું, દેશના વડા હોવાના કારણે પીએમ મોદીએ મણિપુરની જનતાની સાથે પોતાના મનની વાત કરવી જોઈતી હતી. આ માંગ ખોટી માંગ ન હતી. આ સામાન્ય લોકોની માંગ હતી. તેમણે કહ્યું, મોદી 100 વખત દેશના પીએમ ભલે બનતા, અમને કઈ ફેર નથી પડતો પરંતુ આપણે દેશના લોકોનું વિચારવું જોઈએ.