×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જ્ઞાનવાપી કેસ : ASI સર્વે પર રોક યથાવત, અલ્હાબાદ હાઈકોર્ટમાં આગામી 3 ઓગસ્ટે થશે સુનવણી


અલ્હાબાદ હાઈકોર્ટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વે પર સ્ટે મૂકી દીધો છે. આ મામલે આજે સુનાવણી કરવામાં આવી હતી.  જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વે કરવો કે નહીં તે અંગે અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય 3 ઓગસ્ટે આવશે. ત્યાં સુધી ASIના સર્વે પર રોક યથાવત રહેશે. મુસ્લિમ પક્ષ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના સર્વેની વિરુદ્ધ છે. તેમનું માનવું છે કે આનાથી ઐતિહાસિક બંધારણને નુકસાન થઈ શકે છે. મુસ્લિમ પક્ષના વકીલ ફરમાન નકવીએ હાઈકોર્ટમાં ASIની એફિડેવિટનો જવાબ દાખલ કર્યો છે. 

જ્ઞાનવાપી કેસ મામલે શું રહ્યો છે અત્યાર સુધીનો ઘટનાક્રમ

અગાઉ 21 જુલાઈએ હિન્દુ પક્ષની અરજી પર વારાણસીની જિલ્લા ન્યાયાધીશની અદાલતે જ્ઞાનવાપીના ASIને સર્વે કરાવવા અને 4 ઓગસ્ટ સુધીમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ ગઈકાલે સવારે જ્ઞાનવાપીનો સર્વે પણ શરૂ થઈ ગયો હતો. આ દરમિયાન મુસ્લિમ પક્ષ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. મુસ્લિમ પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટમાં જવાની સલાહ આપી હતી જ્યારે ASI સર્વે પર બે દિવસનો સ્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મુસ્લિમ પક્ષ સર્વે પર પ્રતિબંધ લગાવવા માટે અલ્હાબાદ હાઈકોર્ટ પહોંચ્યો છે. હિન્દુ પક્ષે પહેલેથી જ હાઈકોર્ટમાં કેવિયેટ દાખલ કરી છે, જેથી મુસ્લિમ પક્ષને કોઈપણ પ્રકારની રાહત આપતા પહેલા હાઈકોર્ટે તેમનો પક્ષ પણ સાંભળશે.