×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જો ત્રણેય કૃષિ બિલ પાછા લેવામાં નહીં આવે તો હું આત્મહત્યા કરી લઇશ: રાકેશ ટિકૈત

નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2021 ગુરૂવાર

ગાઝીપુર બોર્ડર પર ખેડુત નેતા રાકેશ ટિકૈતે ખેડુતોને સંબોધીત કરતા કહ્યું કે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવનારા લોકો આંદોલનકારી નથી, તિરંગાનું અપમાન સહન થઇ શકે નહીં, દિલ્હીમાં થયેલી હિંસાને ષડયંત્ર ગણાવતા સુપ્રિમ કોર્ટ સમક્ષ ત્રણ માંગ પણ કરી, સિંધુ અને ટિકરી બોર્ડર પર પોલીસ તૈનાત કરવામાં આવી છે.

ખેડુત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સુપ્રિમ કોર્ટ દિલ્હીમાં થયેલી હિંસાની તપાસ કરાવે, લાલ કિલ્લા પર કોણ હતા તેની પણ તપાસ કરવામાં આવે, તે સાથે જ તેમના કોલ રેકોર્ડની પણ તપાસ કરાવવામાં આવે, અને છેલ્લા 2 મહિનાનાં કોલ રેકોર્ડની તપાસ કરાવવામાં આવે. 

તે સાથે જ ટિકૈતે કહ્યું કે તે સરેન્ડર નહીં કરે, અમારૂ આંદોલન ચાલું જ રહેશે, તેમણે કહ્યું કે લાલ કિલ્લાની ઘટના માટે જે લોકો જવાબદાર છે તેમની કોલ ડિટેલ બહાર કાઢવામાં આવે.

રાકેશ ટિકૈતે કહ્યું કે, ઉત્તર પ્રદેશ પોલીસ ધરણા પર તેની ધરપકડ કરવાનો પ્રયાસ કરી રહી છે. સુપ્રીમ કોર્ટે પણ શાંતિપૂર્ણ વિરોધને યોગ્ય ઠેરવ્યો છે. ઉત્તર પ્રદેશ ગાઝીપુર સરહદ પર કોઈ હિંસા થઈ નથી. આ હોવા છતાં સરકાર દમનકારી નીતિ અપનાવી રહી છે. તે ઉત્તર પ્રદેશ સરકારનો ચહેરો છે.

રાકેશ ટિકૈતે કહ્યું કે લાલ કિલ્લા પર કોણ હતા તેની સુપ્રિમ કોર્ટનાં જજ દ્વારા તપાસ કરાવવામાં આવે, કમિટિ તપાસ કરે કે ત્યાં ઝંડા લગાવનારા કોણ હતા.

તો બીજી તરફ ગાઝીપુર બોર્ડર પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે અને સ્થાનિક લોકો પણ રસ્તો ખાલી કરવવાની માંગ કરી રહ્યા છે, તે સતત સુત્રોચ્ચાર કરી રહ્યા છે. આ લોકોએ પોલીસનાં સમર્થનમાં સુત્રોચ્ચાર કરી રહ્યા છે. પોલીસે સિંધુ બોર્ડર તરફ જઇ રહેલા માર્ગને પણ બ્લોક કરી દીધો છે, તો ટિકરી બોર્ડર પર પણ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત છે.

તો બીજી તરફ ખે઼ડુત નેતા રાકેશ ટિકૈતે પણ આત્મહત્યાની ધમકી આપી છે, તેમણે કહ્યું કે પોલીસ મારી ધરપકડ કરવા માંગે છે, અને બિજેપીનાં ધારાસભ્યોએ અમારી સાથે મારપીટ કરી,  જો કે અમે અહીંથી હટીશું નહીં.

જો ત્રણેય કૃષિ બિલ પાછા લેવામાં નહીં આવે તો હું આત્મહત્યા કરી લઇશ, અને મને કાંઇ પણ થશે તો તેની જવાબદારી સરકારની રહેશે, તેમણે કહ્યું હું ખેડુતોને બરબાદ થવા નહીં દઉં. ખેડુતોને મારવાનું ષડયંત્ર થઇ રહ્યું છે, અહીં અત્યાચાર થઇ રહ્યો છે.