જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનએ તેની કોરોનાની રસીની મંજુરી માટેની અરજી પાછી ખેંચી

જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનએ તેની કોરોનાની રસીની મંજુરી માટેની અરજી પાછી ખેંચી

નવી દિલ્હી, 2 જુલાઇ 2021 સોમવાર

અમેરિકન કંપની જોહ્ન્સન એન્ડ જોહ્ન્સનએ તેની કોરોના વિરોધી રસી માટે ભારતમાં જલ્દી મંજૂરી માટેની અરજી પાછી ખેંચી લીધી છે. કંપનીએ આ પગલા પાછળનું કારણ જાહેર કર્યું નથી. ભારતીય દવા નિયમનકાર DCGI એ સોમવારે આ માહિતી આપી. જોહ્ન્સન એન્ડ જોહ્ન્સને આ વર્ષે એપ્રિલમાં ભારતમાં તેની રસીના ટ્રાયલ માટે અરજી કરી હતી.

આ અંગે કંપની તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. ભારત હાલમાં નુકસાન સામે રક્ષણના મુદ્દાઓ પર રસી ઉત્પાદકો સાથે કાયદાકીય પડકારોનો સામનો કરી રહ્યું છે. આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવીણ પવારે ભૂતકાળમાં કહ્યું હતું કે રસી ઉત્પાદકો સાથે વાતચીત કરવા માટે એક ટીમ બનાવવામાં આવી છે. આ મુદ્દાઓ ફાઇઝર, મોર્ડના અને જોન્સન એન્ડ જોહ્ન્સન સાથે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં અત્યાર સુધીમાં ચાર એન્ટી કોરોનાવાયરસ રસીની મંજૂરી આપવામાં આવી છે. તેમાં ભારત બાયોટેકની સ્વદેશી રસી કોવાક્સિન, ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ, રશિયાની સ્પુટનિક વી અને મોર્ડનાની રસીનો સમાવેશ થાય છે. નોંધનિય છે કે અમેરિકન કંપની મોડર્નાની રસીને DCGI દ્વારા જૂનમાં જ ઈમરજન્સી ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી હતી.

Share: