જેલમાંથી મુક્ત થયા શાહરુખ ખાનના દીકરા આર્યન, પિતાની કારમાં બેસીને મન્નત જવા રવાના

જેલમાંથી મુક્ત થયા શાહરુખ ખાનના દીકરા આર્યન, પિતાની કારમાં બેસીને મન્નત જવા રવાના

મુંબઈ, તા. 30 ઓક્ટોબર 2021 શનિવાર

અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને આજે જેલમાંથી મુક્તિ મળી શકે છે. સવારે 5.30 વાગે જ આર્થર રોડ જેલનુ બેલ બોક્સ ખોલી દેવાયુ છે. જેલના અધિકારીઓએ જણાવ્યુ કે આર્યન ખાનને સવારે 11 વાગ્યા સુધી મુક્ત કરી શકાય છે. આર્યન ખાનની મુક્તિ પર તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. શુક્રવારથી જ શાહરુખ ખાનના ઘરમાં ઉત્સવનો માહોલ છે.

શાહરુખ ખાનના બોડીગાર્ડ જેલના ગેટ પર આવ્યા

શાહરુખ ખાનના બોડીગાર્ડ રવિ આર્યનને લઈ જેલના ગેટ પર પહોંચી ગયા છે.

આર્યનની મુક્તિની પ્રક્રિયા થઈ પૂર્ણ

જેલ અધિકારીઓએ જણાવ્યુ કે આર્યનની મુક્તિની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. આર્યન ખાનની સાથે-સાથે અન્ય લોકોની મુક્તિની પ્રક્રિયા ખતમ થઈ ચૂકી છે. પેપરવર્ક પૂર્ણ થઈ ગયુ છે.

Share: