×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જેટ એરવેઝના સંસ્થાપક નરેશ ગોયલ 14 દિવસ EDની કસ્ટડીમાં, 538 કરોડના બેન્ક ફ્રોડનો છે મામલો

જેટ એરવેઝ (Jet Airways)ના સંસ્થાપક નરેશ ગોયલ ( Naresh Goyal) ને બેન્ક ફ્રોડ મામલે કોર્ટે 11 સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા છે. તે હવે 14 દિવસ સુધી ઈડીની કસ્ટડીમાં રહેશે. કેનેરા બેન્ક (Canara Bank) સાથે 538 કરોડની કથિત છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગના કેસ (Money Laundering Case)માં ઈડીએ શુક્રવારે રાતે ગોયલની ધરપકડ કરી હતી. 

વિશેષ PMLA કોર્ટમાં કરાયા હતા 

ધરપકડ બાદ આજે તેમને મુંબઈમાં વિશેષ PMLA કોર્ટમાં હાજર કરાયા હતા. અહીં ઈડીએ તેમની કસ્ટડી માગી હતી. જેટ એરવેઝ, નરેશ ગોયલ, તેમની પત્ની અનીતા ગોયલ અને કંપનીના અમુક પૂર્વ અધિકારીઓ સામે મની લોન્ડરિંગનો કેસ કેનેરા બેન્ક સાથે 538 કરોડ રૂપિયાન કથિત છેતરપિંડી સાથે સંકળાયેલો છે. 

ઈડીએ કોને કોને આરોપી બનાવ્યાં? 

આ મામલે સીબીઆઈએ કેનેરા બેન્કની ફરિયાદ પર ગોયલ દંપતી અને અન્યો સામે એફઆઈઆર નોંધી હતી. ઈડીએ કેસની તપાસ સીબીઆઈની એફઆઈઆરના આધારે શરૂ કરી હતી. સીબીઆઈએ બેન્ક છેતરપિંડી કેસમાં ગોયલ, તેમની પત્ની અનિતા અને કંપનીના અમુક પૂર્વ અધિકારીઓને આરોપી બનાવ્ય છે.