જૂનાગઢમાં મકાન ધરાશાયી થતા 4ના મોત, 2 બાળક-પિતાનું મોત, બચાવ કમીગીરી યથાવત્

જૂનાગઢમાં મકાન ધરાશાયી થતા 4ના મોત, 2 બાળક-પિતાનું મોત, બચાવ કમીગીરી યથાવત્

જૂનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાંથી આજે એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા હતા. આ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું જેમા કુલ છ લોકો દટાયા હોવાની આશંકા હતી. જોકે અત્યાર સુધીમાં કાટમાળ હેઠળથી કુલ 4 મૃતદેહોને બહાર કઢાયા છે. આ ઘટનામાં પરિવાર વિખેરાઈ ગયો છે, જેમાં એક જ પરિવારમાં 3 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલો મળ્યા છે. 2 બાળકો અને પિતાનું મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ગમગીન બની ગયું છે. હજુ પણ 2 લોકો દટાયા હોવાની આશંકા હોવાથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.


પાંચ એમ્બ્યુલન્સ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી 

આ ઘટનાની જાણ થતા જ તરત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. પોલીસ અને તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત બચાવ માટે પાંચ એમ્બ્યુલન્સ પણ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિકો અને તંત્ર દ્વારા કાટમાળને હટાવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

મકાન ધરાશાયી થતા નાસભાગ થઈ

જૂનાગઢમાં બે દિવસ પહેલા આભ ફાટ્યું હતું જેના પગલે શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું ત્યારે હવે કડિયાવાળ વિસ્તારમાં મકાન ધરાશાયી થયું. મકાન ધરાશાયી થઈ હોવાથી નાસભાગ મચી ગઈ હતી. હાલ કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.  

Share: