જુઓ હોટ સીટ પર મહારથીઓના કેવા હાલ, જાણો કોણ આગળ

જુઓ હોટ સીટ પર મહારથીઓના કેવા હાલ, જાણો કોણ આગળ
અમદાવાદ,8 ડિસેમ્બર 2022, ગુરૂવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામનું શરૂઆતી વલણ બહાર આવી રહ્યા છે. શરૂઆતી વલણમાં બેલેટ પેપેરની ગણતરી શરૂ થઇ ગઈ છે. શરૂઆતી વલણમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આજે 182 સીટનું પરિણામ જાહેર થશે. ગુજરાતમાં આ વર્ષે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ત્રિપાંખીયો જંગ છે ત્યારે ગુજરાતમાં મહત્વની બેઠક પણ કોણ ક્યાંથી આગળ ચાલી રહ્યું છે. ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલ, દર્શિતા શાહ, કાંતિ અમૃતિયા, ધાનાણી, વીરજી ઠુંમર અને અંબરીષ ડેર આગળ ચાલી રહ્યા છે.
શરૂઆતી વલણમાં આ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.
1. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર ભુપેન્દ્ર પટેલ આગળ ચાલી રહ્યા છે.
2. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી દર્શિતા બેન શાહ આગળ ચાલી રહ્યા છે.
3. ગોંડલ બેઠક પર ગીતાબા આગળ ચાલી રહ્યા છે.
4. જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજા આગળ ચાલી રહ્યા છે.
5.  ખંભાળિયા બેઠક પરથી ઈસુદાન ગઢવી અને પબુ ભા માણેક આગળ ચાલી રહ્યા છે.
6. કતારગામમાં ગોપાલ ઈટાલીયા અને વરાછામાં અલ્પેશ કથીરિયા ફક્ત 8 મતથી આગળ ચાલી રહ્યા છે.
7. જામનગર ગ્રામ્ય બેઠક પરના રાઘવજી પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પાછળ ચાલી રહ્યા છે.
Share: