જામનગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 10થી વધુ લોકો દટાયાની આશંકાએ શોધખોળ શરૂ

જામનગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 10થી વધુ લોકો દટાયાની આશંકાએ શોધખોળ શરૂ



જામનગરઃ શહેરમાં જર્જરીત થયેલી ઈમારત ધરાશાયી થવાનો બનાવ સામે આવ્યો છે. ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થતાં 10થી વધુ લોકો દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. 

ઈમારત ત્રીસેક વર્ષ જુની હોવાનું મનાય છે
પ્રાપ્ત વિગતો પ્રમાણે જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં સ્થિત હાઉસિંગ બોર્ડના મકાનોની એક ઈમારત ધડાકાભેર તૂટી પડી હતી. આ ઈમારત ત્રીસેક વર્ષ જુની હોવાનું માનવામાં આવે છે. આ ઈમારતમાં ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયાં છે. આ ઈમારતમાં હાલમાં લોકો રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

Share: