જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
Image : Twitter

અમદાવાદ, 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ દ્વારા એક કાશ્મીરી પંડિતની હત્યા કર્યાના એક દિવસ બાદ સુરક્ષા દળોએ આજે વહેલી સવારે જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકવાદીને ઠાર કર્યો હતો. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ એક આતંકી હજુ પણ ત્યાં ફસાયેલો છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે એન્કાઉન્ટર પુલવામા જિલ્લાના પદગામપોરા અવંતીપોરામાં શરૂ થયું છે.

અગાઉ આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પર હુમલો કર્યો હતો 

જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓ વિરુદ્ધના ઓપરેશન વિશે અપડેટ આપતાં કહ્યું કે આ અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. જો કે હજુ સુધી તેનો મૃતદેહ મળ્યો નથી. અથડામણ હજુ ચાલુ છે. આ અગાઉ રવિવારે આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત પર ગોળીબાર કર્યો જ્યારે તે પુલવામા જિલ્લામાં સ્થાનિક બજારમાં જઈ રહ્યો હતો. આ ઘટના બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જો કે તેને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

Share: