જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ,  3 આતંકવાદીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લાના મુંઝ માર્ગ વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ થઇ હતી. આ વિસ્તારમાં 2 થી 3 આતંકવાદીઓની હાજરી  હોવાની આશંકા રહેલી છે. અહેવાલ મુજબ  સુરક્ષા દળોની તરફથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ત્યાં છુપાયેલા આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

ADGP કાશ્મીરે માહિતી આપી છે કે લશ્કર-એ-તૈયબા આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાંથી બેની ઓળખ શોપિયાના લતીફ લોન વિસ્તારના રહેવાસી તરીકે થઈ છે. આ આતંકવાદીઓ કાશ્મીરી પંડિત પુરણ કૃષ્ણ ભટ, અનંતનાગના ઉમર નઝીર અને નેપાળના તિલ બહાદુર થાપાની હત્યામાં સામેલ હતા. આતંકીઓ પાસેથી એક AK 47 રાઈફલ અને 2 પિસ્તોલ મળી આવી છે.

Share: