×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો અને ચુંટણી ક્યારે ? સુપ્રીમના કેન્દ્રને વેધક સવાલ


સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચ કલમ 370 નાબૂદ કરવા અને જમ્મુ અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજનને પડકારતી અરજીઓની સુનાવણી કરી રહી છે. 12મા દિવસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો કે જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવશે અને ચૂંટણી ક્યારે થશે? કેન્દ્રએ જવાબમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો કાયમી નથી. 31 ઓગસ્ટના રોજ, સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશના દરજ્જાના ભાવિ પર વિગતવાર નિવેદન આપશે.

કેન્દ્રનો જવાબ

સોલિસિટર જનરલ તુષાર મહેતાનું કહેવું છે કે જ્યારે સ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્ય બનાવવામાં આવશે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું કે, ભવિષ્યમાં જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવશે, જ્યારે લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે 31 ઓગસ્ટના રોજ ઉચ્ચ સ્તરની બેઠક પછી નક્કર પગલાં લેવામાં આવી શકે છે. 

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે યોજાશે? 

મહેતાની રજૂઆતની નોંધ લેતા ખંડપીઠે પૂછ્યું કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી ક્યારે યોજાશે? બેંચે કહ્યું, શું કોઈ રોડમેપ છે? તમારે તે અમને બતાવવું પડશે. તમારે અમારી સમક્ષ નિવેદન આપવું પડશે કે તમે એક રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશમાં કેવી રીતે રૂપાંતરિત કરશો અને તે ક્યારે થશે કારણ કે ત્યાં લોકશાહીની પુનઃસ્થાપના મહત્વપૂર્ણ છે.

જમ્મુ અને કાશ્મીરમાં હવે શાંતિ અને સામાન્ય સ્થિતિ 

આ બાબતે મહેતાએ જણાવ્યું જમ્મુ અને કાશ્મીર હતું કે જમ્મુ અને કાશ્મીરમાં 2020માં જિલ્લા વિકાસ પરિષદ (DDC)ની ચૂંટણીઓ યોજાઈ હતી, જે કલમ 370 નાબૂદ થયા પછીની પ્રથમ ચૂંટણી હતી. કલમ 370 નાબૂદ થયા પહેલા અને પછી જમ્મુ અને કાશ્મીરની સ્થિતિ પર પ્રકાશ પાડતા, મહેતાએ કહ્યું કે ત્યાં હડતાલ અને હુમલા થતા હતા જેના કારણે બેંકો અને શૈક્ષણિક સંસ્થાઓ વારંવાર બંધ રહેતી હતી. પરંતુ હવે, શાંતિ અને સામાન્ય સ્થિતિ છે, એમ તેમણે કહ્યું હતું. જ્યારે રાજ્યની પુનઃરચના થશે ત્યારે સરકાર કેવી રીતે કામ કરશે તેની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે  જેથી યુવાનોને મુખ્ય પ્રવાહમાં લાવી શકાય.