જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને મહત્વની બેઠક, BSF,CRPFના અધિકારીઓ રહેશે હાજર

જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને મહત્વની બેઠક,  BSF,CRPFના અધિકારીઓ રહેશે હાજર

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમના નાપાક ઈરાદા સાથે ગોળીબારની ઘટનાને અંજામ આપવાની હિંમત કરી હતી. જમ્મુના સિધ્રા વિસ્તારમાં આતંકવાદીઓએ આ હુમલોને અંજામ આપ પ્લાનીંગ કર્યું હતું. આ હુમલાનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ જમ્મુના સિધ્રા વિસ્તારમાં બંને તરફથી ગોળીબાર થયો હતો અને માનવામાં આવી રહ્યું છે કે બેથી ત્રણ આતંકીઓને સેના દ્વારા ઠાર કરાયા છે . જેને લઇ આજે ગૃહપ્રધાને મહત્વની બેઠક બોલાવી છે.

જમ્મુ-કાશ્મીર અને લેહ-લદ્દાખની સુરક્ષાને લઈને અમિત શાહ આજે બેઠક કરશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 3 વાગ્યે લેહ-લદ્દાખ અને સાંજે 4 વાગ્યે જમ્મુ-કશ્મીરના પર સુરક્ષા મુદે અનુક્રમે બે બેઠકો કરશે.બેઠકમાં BSF,CRPFના અધિકારીઓ હાજર રહેશે. જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને આજે સાંજે યોજાનારી બેઠકમાં કાશ્મીરના એલજી મનોજ સિન્હા, ડીજીપી સીએપીએફના અધિકારીઓ ભાગ લેશે. ગૃહમંત્રી અમિત શાહ બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષા અને વિકાસના મુદ્દાની સમીક્ષા કરશે.

Share: