જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં IED બ્લાસ્ટ, પાંચ લોકો ઈજાગ્રસ્તના અહેવાલ

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં IED બ્લાસ્ટ,  પાંચ લોકો ઈજાગ્રસ્તના અહેવાલ

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આજે સવારે આઈડી બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટમાં ત્રણ લોકો ઘાયલ થયાના અહેવાલો છે. સુત્રો મુજબ, જે સમયે ધાંગરીમાં આ વિસ્ફોટ થયો હતો તે સમયે ગઈકાલે થયેલા આતંકી હુમલાનો વિરોધ થઈ રહ્યો હતો. રવિવારે રાજૌરીમાં આતંકવાદીઓએ ગોળીબાર કરીને ચાર લોકોની હત્યા કરી નાખી હતી. જમ્મુ-કાશ્મીરના રાજૌરી અને શ્રીનગરના જડીબલ વિસ્તારમાં રવિવારે મોડી સાંજે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. રાજૌરીમાં આતંકવાદીઓએ હિન્દુ પરિવારો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 4 લોકોના મોત થયા હતા. આ સાથે 7 લોકો ઘાયલ થયા છે.

2 ઘાયલોને એર લિફ્ટ કરવામાં આવ્યા હતા
આ આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા 7 લોકોમાંથી 2ને એરલિફ્ટ કરીને જમ્મુ લઈ જવામાં આવ્યા છે. હુમલાના વિરોધમાં રાજૌરીમાં આજે  અનેક રાજકીય અને સામાજિક સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. બીજી બાજુ, સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે રવિવાર સાંજથી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હાલ તે વિસ્તારમાં ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન શરુ  છે.

Share: