×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ કાશ્મીરઃ શ્રીનગર ગુલમર્ગ રોડ પર શંકાસ્પદ ટિફિન અને કુકર મળી આવ્યા, BDS હાજર


- આ વર્ષે 2 વખત રાજોરીના વિવિધ વિસ્તારોમાં સેનાના કાફલાને ઉડાવી દેવા ષડયંત્ર થઈ ચુક્યા છે

નવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ, 2021, સોમવાર

જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં આવેલા માગમ વિસ્તારમાંથી સોમવારે એક શંકાસ્પદ ટિફિન બોક્સ મળી આવ્યું હતું. શ્રીનગર ગુલમર્ગ રોડ પર 2 અલગ અલગ જગ્યાએ એક ટિફિન બોક્સ અને કુકર જોવા મળ્યા હતા. આ અંગે સૂચના મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 

ત્યાર બાદ રસ્તા પર વાહનોની અવર જવર રોકી દેવામાં આવી હતી. કુકર અને ટિફિન બોક્સની તપાસ માટે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને (BDS) બોલાવી લેવામાં આવી હતી અને તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. 

અગાઉ ગત સપ્તાહે શનિવારે રાજોરીના બથુની ક્ષેત્રમાં રસ્તાના કિનારેથી આઈઈડીનો જથ્થો મળી આવ્યો હતો. આ વર્ષે 2 વખત રાજોરીના વિવિધ વિસ્તારોમાં સેનાના કાફલાને ઉડાવી દેવા ષડયંત્ર થઈ ચુક્યા છે. 

17 ફેબ્રુઆરીના રોજ રાજોરી પુંછ હાઈવે સ્થિત મંજાકોટ વિસ્તારમાં રસ્તાના કિનારે પ્રેશર કુકરમાં ફિટ કરવામાં આવેલો આઈઈડી જપ્ત કરવામાં આવ્યો હતો.